Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

પાકિસ્તાન વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર સાયબર એટેક : હેક થયાના અહેવાલ

નવી દિલ્હી : પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની વેબસાઇટ હેક થઈ હોવાના અહેવાલો છમળે છે  હૅકર્સે શનિવારે વેબસાઇટ હેક કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે જણાવ્યું હતું કે હૉલેન્ડ, ઑસ્ટ્રેલિયા, બ્રિટન, સાઉદી અરેબિયાથી અમને ફરિયાદ મળી છે કે લોકો અમારી વેબસાઇટ સુધી પહોંચી નથી શકતા.
    ફૈસલે ભારતીય હૅકર્સ પર શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કાશ્મીર અને સાઉદી અરેબિયા અંગેની યોગ્ય સૂચનાઓને અટકાવવા માટે આ વેબસાઇટ હૅક કરાઈ હોવાની શંકા છે. કારણે કે આ વેબસાઇટ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના પ્રવાસ અને કાશ્મીર અંગેની સૂચનાઓ રજૂ કરવા માટેનું વિશ્વસનીય માધ્યમ છે

 

(4:24 pm IST)