Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

સર્જીકલ સ્ટ્રાઇકના ડરથી ફફડ્યું પાકિસ્તાન :એલઓસી નજીકથી આતંકવાદીઓના લોન્ચપેડ હટાવવાનું શરુ

નવી દિલ્હી :પુલવામા હુમલા પછી દેશના લોકો પાકિસ્તાન સામે ગુસ્સે થયા છે. આ આતંકવાદી ઘટનાને લઈને સરકાર પાસે પાડોશી દેશને બરાબર જવાબ આપવાની માંગ કરી રહ્યા છે. આ સ્થિતમાં પાકિસ્તાનને ડર છે કે ભારત તેના પર ફરીથી સર્જીકલ સ્ટ્રાઈલ નહીં કરે ને. આ કારણોસર તેમણે એલઓસી પર હાજર આતંકવાદીઓના લોંચપેડને દૂર કરવાનું શરૂ કર્યું છે. આતંકવાદીઓનાં લોન્ચપેડને નજીકનાં સૈન્ય કેમ્પમાં રાખવામાં આવશે.

  મોદી સરકાર કહે છે કે આતંકવાદી સંગઠન જેશ-એ-મોહમ્મદ કે જેણે સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો તેની સામે કાર્યવાહી કરવાની સૈન્યને સંપૂર્ણ છૂટ આપી દીધી છે. આને ધ્યાનમાં રાખીને પાકિસ્તાની સેનાએ કેટલાક નિર્ણયો લીધા છે. આ સમયે બંને બાજુએ તણાવ છે. કાશ્મીરના ઉચ્ચ ગુપ્ત માહિતીના સૂત્રોએ જણાવ્યું હતું કે ફ્રન્ટિયર પર કોઈ પણ રીતે તોપખાનાનું હલનચલન અથવા કોઈ પણ પ્રકારની તૈયારી કરવામાં આવી નથી.

ગુપ્ત સુત્રોએ માહિતી આપી છે એ હવે પાકિસ્તાનને બીક છે કે આતંકવાદી હુમલાના જવાબમાં ભારત પગલાં લેવાનું છે. કદાચ આ કારણે તેણે આ વર્ષે તેમનાં વિન્ટર પોસ્ટને ખાલી ખાલી નથી કરાવી રહ્યાં. સૂત્રોએ જણાવ્યું હતું કે, “દર વર્ષે આશરે 50-60 વિન્ટર પોસ્ટને ખાલી કરવામાં આવતા હોય છે પરંતુ પાકિસ્તાની સૈનિકો અત્યારે ત્યાં તૈનાત છે. કે જ્યાં આતંકવાદી લોન્ચપૅડ્સ છે. અત્યારે એ ખબર નથી પડી કે કેટલાં છે

(1:47 pm IST)