Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

શિકાગોમાં ફેકટરીમાં અંધાધૂંધ ફાયરિંગ : પાંચ લોકોના મોત : પાંચ પોલીસકર્મીને ઇજા : હુમલાખોર ઠાર કરાયો

હેનરી પ્રેટ નામનો કર્મચારી ફેક્ટરીના પ્લાન્ટમાં ઘૂસીને આડેધડ ગોળીબાર કરવા લાગ્યો

 

શિકાગો: અમેરિકાના ઈલિનોય પ્રાંતના શિકાગો શહેરના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક ફેક્ટરીમાં એક હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કરીને પાંચ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે ઘટનામાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો છે. જવાબી કાર્યવાહીમાં પોલીસે હુમલાખોરને પણ ઠાર માર્યો હતો.

  ફાયરિંગ કરનાર હુમલાખોરની ઓળખ ૪૫ વર્ષના ગેરીમાર્ટિન તરીકે થઈ છે. જે વ્યવસાયે એક કર્મચારી હતો. અથડામણ બાદ પોલીસે હુમલાખોરને ઠાર માર્યો હતો. અરોરા પોલીસના વડા ક્રિસ્ટન જિમેને જણાવ્યું હતું કે ઘટનામાં પાંચનાં મોત થયાં છે, જ્યારે પાંચ પોલીસકર્મી ઘાયલ થયા છે. બે ઈજાગ્રસ્ત પોલીસકર્મીને વિમાન શિકાગોના ક્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.

  ફાયરિંગનું કારણ જાણવા મળ્યું નથી. જોકે સાક્ષીઓનું કહેવું છે કે બંદૂકધારી હુમલાખોર એક અસંતુષ્ઠ કર્મચારી હતો. હેનરી પ્રેટ નામનો કર્મચારી ફેક્ટરીના પ્લાન્ટમાં ઘૂસીને આડેધડ ગોળીબાર કરવા લાગ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોર કંપનીનો પૂર્વ કર્મચારી હતો. જે કંપનીમાં ઘટના ઘટી છે તે અમેરિકામાં ઈન્ડસ્ટ્રીય વાલ બનાવતી સૌથી મોટી કંપની છે.

(12:00 am IST)