Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

પાકિસ્તાનની કમર તોડવા મોસ્ટ ફેવર્ડનો દરજ્જો છીનવ્યા બાદ આયાત પર 200 ટકા ડ્યુટી લદાઇ

તમામ પ્રકારના સમાન પર સીમા શુલ્ક વધારીને તત્કાલ અસરથી 200 ટકા કરી દેવાઈ

નવી દિલ્હી : પુલવામા આતંકવાદી હૂમલા બાદ ભારતે  પાકિસ્તાનનાં મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છીનવી લીધા બાદ હવે પાકિસ્તાન પર વ્યાપારીક સકંજો કસતા ભારતે ત્યાંથી આયાત થનારા તમામ સામાન પર સીમા શુલ્ક વધારીને 200 ટકા સુધી વધારી દીધું છે

    નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે,સરકારે પાકિસ્તાનને આયાતીત તમામ પ્રકારનાં સામાન પર સીમા શુલ્ક વધારીને તત્કાલ પ્રભાવથી 200 ટકા કરી દેવામાં આવ્યો છે. ભારતનાં પગલાથી કંગાળ થવાની અણી પર ઉભેલ પાકિસ્તાનને આર્થીક ફટકો પડશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે  ભારત અને પાકિસ્તાનની વચ્ચે 2012ના આંકડા અનુસાર આશરે 2.60 બિલિયન ડોલરનો વ્યાપાર થાય છે. એવામાં પાકિસ્તાનને ભારત સાથે વ્યાપારીક દ્રષ્ટીએ ઘણુ મોટુ નુકસાન ઉઠાવવું પડશે

(12:00 am IST)