Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

સરકાર એક્શન મોડમાં :ગૃહમંત્રીના ઘરે ઉચ્ચસ્તરીય બેઠક : એનએસએ , રો, ઇન્ટેલિજન્સ સહિતના ઉપસ્થિત

પાકિસ્તાન વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાને લઈ મહત્વના નિર્ણય લેવાઈ શકે

 

નવી દિલ્હી :જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં 42 જવાનોની શહીદીથી પુરા દેશમાં ગુસ્સો છે. જવાનોની શહાદતનો બદલો લેવામાં આવે. મોદી સરકારપર દબાણ છે ત્યારે સર્વદલીય બેઠક બાદ ગૃહમંત્રી રાજનાથ સિંહના ઘર પર એક મહત્વની બેઠક બોલાવાઈ છે

   બેઠકમાં નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજીત ડોભાલ, રિસર્ચ એન્ડ એનાલિસિસિ વિંગ ચીફ અનિલ ધસ્માના અને ઈન્ટેલીજન્સ બ્યૂરોના એડિશનલ ડાયરેક્ટર મીટિંગમાં હાજર રહ્યા છે સૂત્રોના માનવા મુજબ મીટિંગમાં પુલવામા હુમલાનો બદલો લેવા અને પાકિસ્તાન વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાને લઈ મહત્વના નિર્ણય લેવાઈ શકે છે .

(12:00 am IST)