Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

પોખરણમાં ભારતીય વાયુ સેનાએ કર્યું શક્તિ પ્રદર્શન --બોમ્બ ,મિસાઇલો, લડાકુ વિમાનો અને હેલિકોપ્ટરનો ઉપયોગ

 

  નવી દિલ્હી :ભારતીય વાયુસેનએ પોખરણમાં પોતાની પ્રચંડ મારક ક્ષમતાનું પ્રદર્શન વાયુ શક્તિ-2019 દ્વારા કર્યું હતું. અભ્યાસ દરમિયાન વાયુસેનાના કુલ 138 વિમાન સામેલ થયા હતા. જેમાં એમઆઈ-17 વી ફાઇવ હેલિકોપ્ટર, જગુઆર, મિગ-29, મિરાજ-2000, સુખોઈ-30, એમકેઆઈ mig-27 અપગ્રેડ, તેજસ, સી-130 જે. સર્ફેસ ટૂ air missile સિસ્ટમ pichora, આકાશ મિસાઇલ, મી-35 હેલિકોપ્ટર, ગરુડ કમાન્ડો સિસ્ટમનો સમાવેશ થયા છે.

વાયુશક્તિ-2019માં દરિમયાન બોમ્બ ,મિસાઇલો, લડાકુ વિમાનો અને હેલિકોપ્ટરનો ઉપયોગ હવાથી હવા અને હવાથી જમીન પર માર કરવાનો અભ્યાસ કર્યો હતો. વાયુસેનાના શક્તિ પ્રદર્શનની શરુઆત 1953માં થઈ હતી. દર ત્રણ વર્ષે એક વખત થાય છે.

(12:30 am IST)