Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

...તો ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને હરાવી શકે

નવી દિલ્હી તા. ૧૭ : આ કોલમ કોંગ્રેસને એન્ડોર્સ કરવા માટે કે પછી ભાજપને નીચો પાડવા માટે નથી, પરંતુ એનાલિસીસના હેતુથી લખવામાં આવી છે. અત્યારે સૌથી વધારે એક પ્રશ્નની ચર્ચા થઈ રહી છે કે, શું ૨૦૧૯માં કોંગ્રેસ પાર્ટીના જીતવાના કોઈ ચાન્સ છે? અત્યારે મોદીની હારની સંભાવના ઘણી ઓછી જણાઈ રહી છે, તો પણ આ સવાલનો જવાબ હા હોઈ શકે છે.

જો કોંગ્રેસ વહેલી તકે અમુક સુધારા કરે અને યુદ્ઘના ધોરણે પોતાનું કેમ્પેઈન શરુ કરે તો જીતવાના ચાન્સ છે. નીચે એવા ૧૦ મુદ્દા જણાવવામાં આવ્યા છે, જેના કારણે કદાચ કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર સત્તામાં આવી શકે છે.

PM ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાસે પહેલી પસંદ તરીકે સચિન પાયલોટ છે. જે સ્વચ્છ અને યુવા નેતાની છાપ ધરાવે છે. રાહુલ ગાંધી ચોક્કસ કોંગ્રેસનો ચહેરો છે પરંતુ તેમને PM પદના ઉમેદવાર ઘોષીત કરવામાં ભય પણ રહેલો છે. એવા મતદારો જેમને ભાજપ પ્રત્યે મોહ નથી પરંતુ સાથે રાહુલ પ્રત્યે ખાસ લગાવ પણ નથી. ત્યારે ચૂંટણીમાં જીત માટે કોંગ્રેસને ૫% મતોના સ્વિંગની જરુર પડે તેમ છે જે તેને ફરી સત્ત્।ા અપાવી શકે છે. સચિન પાયલટ યંગ નેતા છે, અને તેની વાતચીત કરવાની રીત, તેના મેનર્સ જેવા ગુણોને કારણે તે દેશના સામાન્ય નાગરિક સાથે રાહુલ ગાંધી કરતા વધારે સારી રીતે કનેકટ કરી શકે છે. રાજસ્થાનમાં સચિનનો મોટો સપોર્ટ બેઝ છે. સચિન પાયલટ એક ફ્રેશ ચહેરો હોવાને કારણે મીડિયા, સોશિયલ મીડિયા અને યંગ વોટર્સ તરફથી ઘણો ફાયદો મળી શકે.

રાહુલ ગાંધી PM કેન્ડિડેટને ટેકો આપી શકે છે. જો રાહુલ ગાંધી વડાપ્રધાન પદના ઉમેદવારને સમર્થન આપે તો એક મેસેજ ઉભો થશે કે રાહુલ ગાંધીએ યોગ્ય ટેલેન્ટનો સાથ આપ્યો. રાહુલ અને સચિનની જોડી ઘણી સારી રીતે કામ કરી શકશે.

એવા મુદ્દાઓ પર ધ્યાન આપવું જેનાથી લોકોને દુખ પહોંચ્યું છે. નરેન્દ્ર મોદીએ મહેનત કરી છે, તેમની કોઈ ભ્રષ્ટ નેતા તરીકેની ઈમેજ પણ નથી અને તેમની ઘણી યોજનાઓ અસરકારક પણ છે. માટે તેમના પર આ પ્રકારના પ્રહાર કરવાથી કામ નહીં ચાલે. પરંતુ એવા વિસ્તાર જયાં નરેન્દ્ર મોદીએ વાતો ઘણી કરી હતી પરંતુ ત્યાં કામ ન કરી શકયા ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરુર છે. અર્થવ્યવસ્થા નબળી પાડવી, રોજગારીનું સર્જન ન કરવું, એવું વાતાવારણ જયાં ભારતીયો પોતાને ફ્રી ફીલ નથી કરતા, ટેકસમાં સતત વધારો વગેરે જેવા અનેક મુદ્દાઓ છે.

માત્ર ભાજપની ટીકા કરવાથી કામ નહીં ચાલે, પોતાની સ્ટોરી લોકો આગળ મુકવી પડશે. સચિન કઈ અલગ રીતથી કામ કરશે? શું તે અર્થવ્યવસ્થાને આગળ લઈ જઈ શકશે? નેતાઓ દ્વારા આપવામાં આવતા વિવાદાસ્પદ નિવેદનોને ગુનાકીય પ્રવૃત્ત્િ। ગણશે? ભ્રષ્ટાચારને દૂર કરવા RTI જેવી અન્ય કોઈ ગેમ-ચેન્જિંગ પોલિસી લાવશે? માત્ર ૨-૩ આવા દમદાર મુદ્દાઓ પૂરતા છે.

લોકોની કોંગ્રેસ પ્રત્યેની નારાજગીનું એક કારણ હતું કે, કોંગ્રેસ પાર્ટી લઘુમતી વોટ બેન્કને રીઝવવા માટે સતત હિન્દુ લાગણીઓને દુભાવતી હતી. કોંગ્રેસે એન્ટી-હિન્દુ ઈમેજ બદલવાની જરુર છે. લઘુમતી વોટર્સ કોંગ્રેસ પાસે પહેલાથી જ છે, હવે પાર્ટીએ એવા હિન્દુત્વને લાવવાની જરુર છે જે ટ્રેડિશનને ફોલો કરે અને નવી જનરેશનને પણ ખુશ કરે.

ગઠબંધન. કોંગ્રેસ પાર્ટી અત્યારે એટલી સશકત નથી કે તે એકલી આગળ વધી શકે. કોંગ્રેસે ગઠબંધનની ખાસ જરુર છે. (ચેતન ભગત) (૨૧.૩૩)

(3:36 pm IST)