Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

૨૦૧૧ નહિ ર૦૧૭-૧૮માં જ સર્જાયુ પંજાબ બેંકનું કૌભાંડ

સીબીઆઇની એફઆઇઆરમાં ધડાકોઃ ભાજપ-કેન્દ્રીય મંત્રીઓના ર૦૧૧થી કૌભાંડ શરૂ થયાના દાવાઓનુ સુરસુરીયુઃ ૨૦૧૪ પછી જ મુંબઇની બ્રાન્ચમાં બેંક અધિકારીઓ તૈનાત થયા હતાઃ પ૦૦૦ કરોડનું કૌભાંડ તો છેલ્લા ૧ વર્ષમાં થયુ

નવી દિલ્હી તા.૧૭ : અબજપતિ હીરાના વેપારી નિરવ મોદીએ ર૦૧૧ નહી પરંતુ ર૦૧૭-૧૮ની વચ્ચે જ પંજાબ નેશનલ બેંકમાંથી ૧૧,૩૦૦ કરોડ રૂપિયાની છેતરપીંડી કરી છે એવુ સીબીઆઇ તરફથી નોંધાયેલી એફઆઇઆરમાં જણાવાયુ છે.

 

દેશના ઇતિહાસમાં થયેલા સૌથી મોટા કૌભાંડમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપ દાવો કરે છે કે આ કૌભાંડ કોંગ્રેસના શાસનમાં ર૦૧૧માં શરૂ થયુ હતુ. જો કે હવે સીબીઆઇની તપાસ ર૦૧૭-૧૮ વચ્ચે થયેલા બેંક ટ્રાન્ઝેકશન સુધી જ સીમીત છે. જો આ કૌભાંડ ર૦૧૧માં શરૂ થયુ હોય તો ચાંઉ થયેલી રકમ ૧૧,૩૦૦ કરોડથી પણ વધુ હોઇ શકે છે.

આ મામલામાં બેંકના જે ચાર અધિકારીઓની પુછપરછ થઇ છે તે એ બધા સવાલોમાં ઘેરાયેલા બ્રાન્ચમાં ર૦૧૪ પછી તૈનાત હતા. આ અધિકારીઓમાં સામેલ બેચુ તિવારી ફેબ્રુઆરી ર૦૧પથી ઓકટો.ર૦૧૭ સુધી નરીમન પોઇન્ટ બ્રાન્ચના ચીફ મેનેજર હતા. આ સિવાય સંજયકુમાર પ્રસાદ મે-ર૦૧૬ અને ઓકટો.ર૦૧૭ વચ્ચે બ્રાન્ડી હાઉસ બ્રાન્ચમાં આસી. મેનેજર હતા. મોહીન્દરકુમાર શર્મા નવે.ર૦૧પથી જુલાઇ ર૦૧૭ વચ્ચે ઓડીટર હતા અને મનોજ કરાત નવે.ર૦૧૪થી ડિસે.ર૦૧૭ સુધી સીંગલ વિન્ડો ઓપરેટર હતા.

એફઆઇઆરમાં મનોજ કરાત અને ગોકુલનાથ શેટ્ટીનું નામ છે. સીબીઆઇની એફઆઇઆરમાં મેહુલ ચોકસી અને તેની ૩ કંપનીઓ ગીતાંજલી, ગીલી અને નક્ષત્રના ડાયરેકટર્સ અને બે કર્મચારીઓના નામ છે. આ કૌભાંડ છેલ્લા એક વર્ષમાં કરવામાં આવ્યુ છે. ડે.ઇન્સ. જનરલના નેતૃત્વમાં આ મામલાની તપાસ માટે એક ખાસ ટીમ બનાવવામાં આવી છે. ર૯૩ લેટર ઓફ અંડરટેકીંગ થકી નિરવ મોદી અને મેહુલ ચોકસીની કંપનીઓને ૧૧,૪૦૦ ચુકવાયા હતા. (૩-૫)

નિરવ મોદી ન્યુયોર્કમાં છુપાયોઃ રોજના રૂ. ૭પ,૦૦૦ના ભાડાવાળી હોટલમાં કરે છે જલ્સા

નવી દિલ્હી : પંજાબ નેશનલ બેંકને ૧૧,પ૦૦ કરોડનો ચુનો લગાવી બીજા માલ્યા ગણાતા નિરવ મોદી અમેરિકામાં જલ્સા કરે છેઃ તે ન્યુયોર્કની સૌથી મોંઘી હોટલ મેરીયટમાં અત્યંત મોંઘાદાટ રૂમમાં પરિવાર સાથે રહે છેઃ નિરવની પત્નિ અમી અમેરિકન નાગરિક છેઃ તે બધા હોટલના ૩૬માં માળે રહે છે જયાં એક રૂમનું એક દિવસનું ભાડુ ૭પ,૦૦૦ છેઃ આ હોટલમાં ૬૭.પ૦ લાખ રૂપિયામાં ૯૦ દિવસ માટે રૂમ બુક કરાયો છેઃ હોટલમાં તેનો પરિવાર પણ સાથે છે.

(11:35 am IST)