Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

PNB કરતા પણ પાંચ ગણું થઇ શકે છે આ કૌભાંડઃ બેંકોના કુલ ૬૧,૩૦૦ કરોડ ફસાયા

PNB તો એક નાનકડી શરૂઆત છે કુલ દેવું તો આટલું મોટું છેઃ પાછલા પાંચ વર્ષમાં બેડ લોનમાં મોટો વધારોઃ દેશના અર્થતંત્ર સામે મોટો ખતરો

નવી દિલ્હી તા. ૧૭ : દેશની મોટી બેંકસ પૈકી એક એવી પંજાબ નેશનલ બેંકે જાહેર કર્યું કેત તેમની સાથે અબજોપતિ જવેલર નીરવ મોદીએ ૧૧,૩૦૦ કરોડ રુપિયાનું ફ્રોડ કર્યું છે ત્યારે ઘણા રોકાણકારોને ચિંતા સાથે ઝટકો લાગ્યો હતો. જોકે આ ચીત્ર જેટલું દેખાય છે તેના કરતા કયાંય વધુ બિહામણું થઈ શકે છે. RBIના ડેટા મુજબ દેશની બધી પબ્લિક સેકટર બેંકમાં થયેલા ટોટલ લોન ફ્રોડનો આંકડો માર્ચ ૨૦૧૭ સુધી રુ. ૬૧,૩૦૦ કરોડ પહોંચી ગયો છે.

 

તાજેતરમાં રોઇટરના એક રિપોર્ટર દ્વારા કરવામાં આવેલ RBI અંતર્ગત આ માહિતી જાણવા મળી હતી. જેમાં જાણવા મળ્યું કે ૩૧ માર્ચ ૨૦૧૭ સુધીમાં જુદી જુદી સરકારી બેંકોએ કુલ ૮,૬૭૦ જેટલા બેડ લોનના કેસ નોંધાવ્યા છે. આ આંકડો વર્ષોથી ચાલી આવતી લોન આપવાની પ્રક્રિયામાં થતી ગેરરીતિને ઉજાગર કરે છે સાથે બેંકિંગ સેકટર માટે કમર તોડ ફટકો પડે છે.

પાછલા એક વર્ષમાં બેડ લોનના આંકડામાં એક સાથે ખૂબ મોટો વધારો થયો છે. આશરે ૧૪૭ બિલિયન ડોલર જેટલી રકમ એક વર્ષમાંબેડ લોન બની ગઈ છે. ૨૦૧૨-૧૩ દરમિયાન આ આંકડો રુપિયા ૬૩૫૭ કરોડ હતો જે એક જ વર્ષમા રુપિયા ૧૭,૬૩૪ કરોડથી વધ્યો હતો. આ આંકડામાં PNBના કૌભાંડનો આંકડો સામેલ કરવામાં નથી આવ્યો.

એક જાણિતી લો ફર્મના પાર્ટનર પ્રતિભા જૈન કહે છે કે, 'બેંકોના પૈસા ન ચૂકવવાના આ કૌભાંડનો આંક તો હિમ શિલાની ટોચની જેમ છે. જે નથી દેખાતું તે તો કયાં વધુ મોટું કૌભાંડ હોઈ શકે છે. સાચી હકીકત તો આપણે હજુ જાણતા જ નથી.' જોકે આ મામલે RBIએ કોઈ ટિપ્પણી કરી નથી. પરંતુ પોતાના ૨૦૧૭ના નાણાંકીય રિપોર્ટમાં કહ્યું હતું કે બેંકસ અને નાણાંકીય સંસ્થાઓમાં વધી રહેલા ફ્રોડ દેશના અર્થતંત્ર સામે હાલ સૌથી મોટો ખતરો છે.

RBIએ કહ્યું કે, 'મોટાભાગના ફ્રોડમાં ક્રેડિટ અંડરરાઇટિંગ અને તેના સ્ટાન્ડર્ટ વચ્ચે મોટો ફરક છે.' જેવા કે કંપનીને નાણાં ધીરતા પહેલા તેના કેશ ફલો, કેશ પ્રોફિટ્સ, ફંડનું ડાઇવર્ઝન, ડબલ ફાઇનાન્સિંગ અને જનરલ ક્રેડિટ ગવર્નન્સ ઇશ્યુ ઇન બેંકસ જેવા દરેક મામલ ગેરરીતિ આચરાઈ છે. આ કારણે RBIએ દરેક બેંકને તેમની કેટલી બેડ લોન છે તે સ્પષ્ટરૂપે જણાવવા માટે દબાણ કર્યું છે. તો સાથે સાથે આવી લોન્સનું રિકવરી પણ જલ્દીથી થાય તે માટે પગલા ભર્યા છે.

જોકે ટિકાકારોનું કહેવું છે કે, 'RBIએ આવા ડીફોલ્ટર્સના નામ જાહેર ન કરીને તેમને સુરક્ષા પ્રદાન કરી છે.' જયારે RBIનું કહેવું છે કે આ રીતે નામ જાહેર કરવાથી રોકાણકારોમાં પેનિક વધશે અને તેના કારણે બેંક સેકટરને મોટું નુકસાન થઈ શકે છે. જેથી લોનની રીકવરી કરવી વધુ અઘરું કામ થઈ જશે. જયારે આવી બેડ લોનનો આંકડો પણ વધુ હોઈ શકે છે. કેમ કે, આ આંક RBI પાસે જમા કરાવવામાં આવેલી માહિતીના આધારે છે. જયારે RBIમાં ૧,૦૦,૦૦૦ કરોડથી ઓછી લોનની માહિતી જમા જ કરાવવામાં આવતી નથી.

RBIમાં દેશની ૨૧ જેટલી સરકારી બેંક પૈકી ૨૦ બેંકમાંથી જવાબ માંગવામાં આવ્યો હતો જે બૈકી ૧૫ બેંકે જવાબ આપ્યો છે. જયારે બાકીની બેંકે હજુ સુધી આ મામલે મગનું નામ મરી પાડ્યું નથી. આ માહિતી આધારે જોતા કુલ ૩૮૯ જેટલા બેડ લોનના કેસ સાથે અને કુલ રકમમાંથી ૬૫૬ કરોડ રુપિયાની બેડ લોન સાથે પાછલા પાંચ નાણાંકીય વર્ષમાં PNB આ લિસ્ટમાં સૌથી મોખરે રહી છે.

જયારે દેશની સૌથી મોટી બેંક અને એ આધારે સૌથી વધુ લોન આપનાર SBIએ પાછલા પાંચ નાણાંકીય વર્ષમાં કુલ ૧૦૬૯ બેડ લોનના કેસ નોંધ્યા હોવાનું જણાવ્યું હતું જોકે તેમણે કેટલી રકમ બેડ લોન બની ગઈ છે તે અંગે કંઈ જણાવ્યું નહોતું.(૨૧.૯)

(11:32 am IST)