Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ટમેટાના ભાવ પાણી - પાણી : ભાવ ઘટીને બે રૂપિયે કિલો

ઓકટોબરમાં ખેડૂતોને કિલોના ૩૦ રૂપિયા મળતા હતા

મુંબઇ, તા. ૧૭ : : ટમેટા બજાર પાણી-પાણી થઇ ગયું છે. મધ્ય પ્રદેશમાં નવા ટમેટાની આવકો શરૂ થતા ભાવમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને હોલસેલ બજારમાં હાલમાં ભાવ ઘટીને કિલોના બે રૂપિયા થઇ ગયા છે જે ગયા ઓકટોબરમાં ૩૦ રૂપિયે કિલો વેચાતા હતાં.

ટમેટાના વેપારીઓ અને ખેડૂતોનું કહેવું છે કે ચાલુ વર્ષે ટમેટાનું બપ્પર ઉત્પાદન થયું છે. વાવેતરના સમયે ટમેટાના ખૂબ ઉંચા ભાવ હોવાથી ખેડૂતોએ મોટા પાયે વાવેતર કર્યું છે, જેની અસરે હવે ભાવ ગગડવા લાગ્યા છે.

ટમેટાના નીચા ભાવને પગલે ખેડૂતોએ સરકાર પાસે મદદ માગણી કરી છે. મધ્ય પ્રદેશ કિસાન સેનાના સેક્રેટરી જગદીશ રવાલિયાએ જણાવ્યું હતું કે, ટમેટાના પ્રોસેસિંગ યુનિટ અને કોલ્ડ સ્ટોરેજની અછત જોવા મળી રહી હોવાથી એની અસર પણ જોવા મળી રહી છે. સરકાર દ્વારા મોટા ઉદ્યોગકારોને બદલે ખેડૂતોને નાનુ કોલ્ડ સ્ટોરેજ અથવા પ્રોસેસિંગ યુનિટ ઉભુ કરે એ માટે પ્રેરણા આપવી જોઇએ.

(1:09 pm IST)