Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

કનાડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો સાત દિવસની ભારત યાત્રા માટે રવાના :પત્ની અને બાળકોની તસ્વીર કરી ટ્વીટ

આ પહેલા બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે રક્ષા,આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહીમાં સહયોગ,વેપાર અને રોકાણ અંગે ચર્ચા થયેલ

 

ઓટાવા ;કનાડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો સાત દિવસની ભારત યાત્રા માટે રવાના થઇ ચુક્યા છે સબંધે તેઓએ એક ટ્વીટ કર્યું છે જેમાં પોતાના બાળકો અને પત્ની સાથે દર્શાઈ છે તેની યાત્રા પહેલા સપ્તાહે બન્ને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઈ હતી જેમાં રક્ષા અને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહીમાં સહયોગ વધારવા ઉપરાંત વેપાર અને રોકાણને વિસ્તારવા ચર્ચા થઇ હતી

 બંને રાષ્ટ્રીય સલાહકારોએ ટ્રુડો અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠક પહેલા તેના માટે રક્ષા સુરક્ષા ક્ષેત્રોમાં બંને દેશોના પારસ્પરિક સબંધોના વિસ્તારની ભૂમિકા તૈયાર કરી હતી

 

(8:59 am IST)