Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

સાઉથ આફ્રિકામાં મહા શિવરાત્રી પર્વની ઉજવણીઃ બ્રહ્માકુમારી આયોજીત લગોસ મુકામે ઉજવાયેલા ઉત્‍સવમાં બાળકલાકોરોના સાંસ્‍કૃતિ પ્રોગ્રામથી દર્શકો મંત્રમુગ્‍ધ

લગોસઃ જુદા જુદા દેશોમાં વસતા ગુજરાતીઓ વતનની સંસ્‍કૃતિ જાળવી રાખે છે તેમજ પરંપરાગત તહેવારો સાથે મળી હોશથી ઉજવતા જોવા મળે છે. જે મુજબ તાજેતરમાં મહા શિવરાત્રી પર્વની ઉજવણી દક્ષિણ આફ્રિકામાં પણ કરાઇ હતી. જયાં લાગોસમાં બ્રહ્માકુમારીના ઉપક્રમે મહા શિવરાત્રી ઉત્‍સવ ઉજવાયો હતો.

આ પ્રસંગે ૧૫ થી ૨૦ જેટલા બાળ કલકારોએ જુદા જુદા કલાસિકલ ડાન્‍સ રજુ કરી દર્શકોને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા. કાર્યક્રમના અંતે બાળકોને ઇનામ આપી પ્રોત્‍સાહિત કરાયા હતા.

(10:09 pm IST)