Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

મોદી સરકાર ખેડૂતોની ભલાઈ માટે સમર્પિત છે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

નવા કાનૂનોથી ઘણી આવક વધશે : શાહે વાત કર્ણાટકના બાગલકોટમાં એક રેલી દરમિયાન કહી હતી, અમિત શાહ બે દિવસ માટે કર્ણાટકના પ્રવાસે

બાગલકોટ, તા. ૧૭ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેડૂત આંદોલનને લઈને કોંગ્રેસ પર આકરો પ્રહાર કર્યો છે. અમિત શાહે કોંગ્રેસને પૂછ્યું કે આખરે તેમણે ખેડૂતોને વાર્ષિક ૬ હજાર રૂપિયા કેમ આપ્યા નહીં. તેમણે ફરીથી દોહરાવ્યું છે કે નવા કૃષિ કાનૂનથી ખેડૂતોની આવક વધશે. અમિત શાહે આ વાત કર્ણાટકના બાગલકોટમાં એક રેલી દરમિયાન કહી હતી. અમિત શાહ બે દિવસો માટે કર્ણાટકના પ્રવાસે છે. અમિત શાહે કહ્યું કે હું તે કોંગ્રેસના નેતાઓને કહેવા માંગું છું કે જે ખેડૂતોના પક્ષમાં વાત કરી રહ્યા છે. તમે ખેડૂતોના ખાતામાં ૬૦૦૦ રૂપિયા પ્રતિ વર્ષે કેમ ના આપ્યા? જયારે તમે સત્તામાં હતા ત્યારે પ્રધાનમંત્રી વીમા યોજના કે સંશોધિત ઇથેનોલ નીતિ બનાવી? કારણ કે તમારો ઇરાદો યોગ્ય ન હતો.

અમિત શાહે ફરી એક વખત કહ્યું કે નવા કૃષિ કાનૂનોથી ખેડૂતોની આવક વધશે. નરેન્દ્ર મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. ત્રણેય કૃષિ કાનૂન ખેડ઼ૂતોની આવકને ઘણી વધારવામાં મદદ કરશે. હવે ખેડૂત દેશ અને દુનિયામાં ક્યાંય પણ કૃષિ ઉત્પાદ વેચી શકે છે.

કિસાન આંદોલન સતત યથાવત્ છે અને અત્યાર સુધી સરકારની સાથે ખેડૂતોની ઘણા મુદ્દા પર સહમતી બની નથી. બીજી તરફ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે રવિવારે કહ્યું કે અમે આશા કરીએ છીએ કે ૧૯ જાન્યુઆરીએ ખેડૂતો સરકારથી કૃષિ કાનૂનોને પરત લેવાની માંગણી સિવાય પોતાની અન્ય માંગણી પર ચર્ચા કરી શકે છે.

(9:47 pm IST)
  • દેશમાં કોરોના હાંફી ગયો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,948 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,71,658 થઇ :એક્ટિવ કેસ 2,05,573 થયા: વધુ 13,164 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,09,048 થયા :વધુ 136 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,447 થયા access_time 11:58 pm IST

  • ગુજરાતમાં ભારતની પ્રથમ લિથિયમ રિફાઇનરી 1000 કરોડના રોકાણ સાથે સ્થાપવામાં આવશે : મણિકરણ પાવર લિમિટેડ દ્વારા ઓસ્ટ્રેલિયાથી આયાત કરાયેલ લીથીયમ ઓર ને પ્રોસેસ કરીને બનાવાશે બેટરી ગ્રેડનું લીથીયમ access_time 11:09 pm IST

  • એક કરોડની લાંચનો મામલો સીબીઆઈ ત્રાટકી: ત્રણની ધરપકડ CBI (કેન્દ્રીય તપાસ બ્યૂરો)એ 1985ના એક વરિષ્ઠ રેલવે અધિકારી મહેન્દ્રસિંહ ચૌહાણ સહિત 3ની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. ૧ કરોડ રૂપિયાની લાંચ મામલે ત્રણેયને ઝડપ્યા હોવાના અહેવાલો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે access_time 8:40 pm IST