Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર : 20મીએ પ્રમુખપદે જે,પી,નડ્ડા બિનહરીફ થવાની શકયતા

20મીએ નામાંકન અને બપોરે ઉમેદવારીપત્રની તપાસ બાદ 21મીએ સવારે ચૂંટણી

નવી દિલ્હી : ગૃહમંત્રી અમિતભાઈ શાહ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો છે ચૂંટણી પ્રક્રિયા 20 જાન્યુઆરીએ સવારે 10 કલાકેથી શરુ થશે. પાર્ટી તરફથી આ રેસમાં કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાનું નામ છે. બીજેપીએ અધ્યક્ષ પદની ચૂંટણી માટે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે અધ્યક્ષ પદ માટે નામાંકન ભરવાનો સમય 20 જાન્યુઆરીને સવારે 10 થી 12.30 સુધી રાખવામાં આવ્યો છે.

  ઉમેદવારીપત્રોની તપાસ તે જ દિવસે 12.30થી 1.30 કલાક દરમિયાન થશે. 1.30થી 2.30 સુધી નામ પાછા ખેચી શકાશે. બીજેપીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી રાધામોહન સિંહના મતે જો કોઈ બીજુ નામ આવશે તો 21 જાન્યુઆરીએ સવારે 10 કલાકે ચૂંટણી થશે. જોકે અત્યાર સુધી પાર્ટી તરફથી બીજા કોઇ નેતાનું નામ સામે આવ્યું નથી. આવા સમયે આ ચૂંટણી ફક્ત ઔપચારિકતા છે. એવા સમયે સંભવ છે કે 20 જાન્યુઆરીએ જ જેપી નડ્ડાના નામની જાહેરાત થશે. આ પછી તે 22 જાન્યુઆરીથી અધ્યક્ષ પદ સંભાળી શકે છે.

 રાધામોહન સિંહના મતે બીજેપીના ચૂંટણી કાર્યક્રમની પ્રક્રિયાના પહેલા ચરણમાં 75 ટકા બુથ સમિતિઓનું ગઠન થઈ ચૂક્યું છે. 50 ટકા મંડળ સમિતિઓનું ગઠન થઈ ચૂક્યું છે. આ પછી દેશમાં બીજેપીના સંવિધાન પ્રમાણે 60 ટકા જિલ્લામાં ચૂંટણી થઈ ચૂકી છે. 21 પ્રાંતોના પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદ સદસ્યોની ચૂંટણી પણ થઈ ચૂકી છે.

(9:29 pm IST)
  • નિર્ભયાના દોષી મુકેશની દયા અરજી રાષ્‍ટ્રપતિએ ફગાવી access_time 12:20 pm IST

  • કડકડતી ઠંડીમાં પાંચ કલાક પહેલા જ જન્મેલી બાળકીને ત્યજીને નિષ્ઠુર માતા ફરાર : સુરતના પનાસ ગામમાં આવેલ SMC ક્વાટર્સમાં એક કિશોરી નાસ્તો લેવા ગઇ ત્યારે બાળકી મળી:એક કચરાપેટીમાં એક બાળક રડવાનો અવાજ આવતા તેણે કચરાપેટીમાં જોતા પતંગની દોરીમાં લપેટાયેલી એક બાળકી મળી: 108ની મદદથી હોસ્પિટલે ખસેડાઇ access_time 1:05 am IST

  • નિર્ભયા કેસના દોષિત આરોપીઓ માટે નવુ ડેથ વોરંટ જાહેર થયું : તમામ આરોપીઓને હવે 1 ફેબ્રુઆરી એ સવારે 6 વાગ્યે ફાંસીના માંચડે ચડાવી દેવામાં આવશે તેમ ન્યુઝફર્સ્ટ ના હવાલાથી જાણવા મળે છે. access_time 5:10 pm IST