Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ઇરાનના વિદેશમંત્રી જાવેદ જરીફનું મોટું નિવેદનઃ ભારત, ઇરાન અને અમેરિકા વચ્ચે તનાવ ઓછો કરાવી શકે

ઇરાન અને અમેરિકા વચ્ચે જારી તનાવ પર પુરી દુનિયાની નજર ચોંટેલી છે. દુનિયાના વધુમાં વધુ દેશો ઇચ્છે કે બંને દેશો વચ્ચેનો તનાવ ઓછો થાય. આ વચ્ચે ઇરાનના વિદેશમંત્રી જાવેદ જરીફએ મોટું નિવેદન આપ્યું છે એમણે ઇરાન અને અમેરિકા વચ્ચે ન્યુકિલયર ડીલને લઇ પુછવામા આવેલ સવાલ પર કહ્યું કે ભારત સમજુતીનુ અનુપાલનમાં અમેરિકાને પરત લાવવામાં એક અગ્રણી ભૂમિકા નિભાવી શકે છે. અને અમે આ સંભાવનાનો અસ્વીકાર નહી કરીએ.

ભારત ઇરાનનો એક બહુ જ પ્રિય મિત્ર છે અને અમેરિકા સાથે એમના સારા સંબંધ છે આ અમેરિકાને વાતચીતમાં પરત આવવા માટે પ્રોત્સાહિત કરી શકે છે.

(9:22 pm IST)