Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

દિલ્હી ચૂંટણી : ૫૭થી વધુ ઉમેદવારોના નામો ઘોષિત

કપિલ મિશ્રાને પણ ટિકિટ આપી

નવી દિલ્હી, તા.૧૭ : ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે ૫૭ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ ૫૭ ઉમેદવાર પૈકી ૧૧ ઉમેદવાર એસસી ઉમેદવાર છે. ચાર મહિલાઓને પણ ટિકિટ આપવામાં આવી છે. બાકીના ઉમેદવારોના નામની જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે. મનોજ તિવારીએ કહ્યું હતું કે, પાર્ટી પ્રમુખ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નામ પર મંજુરીની મહોર લાગી હતી. નવી દિલ્હી સીટ પર ઉમેદવારના નામની જાહેરાત હજુ સુધી કરી નથી. સિસોદિયાની સામે રવિ નેગી ઉમેદવાર તરીકે રહેશે. મનોજ તિવારીએ કહ્યું હતું કે, ગુરુવારના દિવસે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. દિલ્હી વિધાનસભામાં કુલ ૭૦ સીટો છે. દિલ્હીમાં ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે.

(7:46 pm IST)