Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

૨૭,૦૦૦ કિલોની ૬.૫ કિલોમીટર લાંબી કેક બની કેરળમાં, ચીનનો રેકોર્ડ તોડ્યો

કોચી, તા.૧૭ : બુધવારે બેકર્સ અસોસિએશન કેરળ (બેક) ના ૧૫૦૦ કરતા વધુ બેકર અને શેફ મળીને ૬.૫ કિલોમીટર લાંબી અને ચાર ઈંચ (૧૦ સેન્ટિમીટર) પહોળી વેનિલા કેક તૈયાર કરી છે. જેનું વજન લગભગ ૨૭,૦૦૦ કિલોગ્રામ હતું. હજારો ટેબલ અને ડેસ્ક જોડીને આ કેક તૈયાર કરવામાં આવી હતી. કેક બનાવતી વખતે તમામ શેફ સફેદ ટી-શર્ટ અને એપ્રન પહેર્યુ હતુ. અંદાજે ચાર કલાકની જહેમત બાદ તૈયાર કરવામાં આવેલી આ કેકમાં ૧૨,૦૦૦ કિલોગ્રામ સાકર અને લોટ વપરાયો હતો. આ ઘટનાના હજારો લોકો સાક્ષી હતા.

બેકર્સ એસોસિએશન કેરળના નૌશાદે કહ્યું હતું કે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડે કેકની લંબાઇ માપી છે જે લગભગ ૬૫૦૦ મીટર લાંબી હતી. જોકે હજી સુધી તેમણે આ માટેનું પ્રમાણપત્ર આપ્યું નથી, પરંતુ એમને વિશ્વાસ છે કે ચીનનો રેકોર્ડ તોડીને આ કેક ગિનીઝ બુકમાં રેકોર્ડ બનાવશે. ૨૦૧૮માં ચીનમાં ત્યાંના બેકર જિઝીને ૩.૨ કિલોમીટર લાંબી ફ્રૂટ કેક તૈયાર કરી હતી. નૌશાદે કહ્યું હતું કે કેક બનાવતી વખતે એમ એનાં સ્વાદ, ગુણવત્તા અને સ્વચ્છતાનું ધ્યાન રાખ્યું હતું.

(3:42 pm IST)