Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ભારતમાં હવે વાહનોમાં ESC અને AEB ફરજીયાત બનશે

સંયુકત રાષ્ટ્રના દબાણના કારણે ર૦રરમાં આ ટેકનીક ફરજીયાત કરાતાં વાહનની કિંમત વધશે

નવી દિલ્હી, તા., ૧૭:  ઈલેકટ્રોનિક સ્ટાબિલિટી કંટ્રોલ (ESC) અને ઓટોનોમસ ઈમજન્સી બ્રેક સિસ્ટમ (AEB)નો હવે મોટા ભાગના દેશો અમલ કરી ચૂકયા છે, પરંતુ ભારત સાહિત ચીન, આજર્િેન્ટના, ઇન્ડોનેશિયા, મેકિસકો અને દક્ષિણ આફ્રિકા જેવા દેશમાં હજુ લાગુ પાડવામાં આવેલ નથી. સંયુકત રાષ્ટ્ર સંઘ હવે ભારત પર ESC-AEB લાગુ પાડવા દબાણ કરી રહ્યું છે. સંયુકત રાષ્ટ્ર સંઘના આ દબાણના પગલે ભારત ૨૦૨૨-૨૩ સુધીમાં વાહનો માટે ESC-AEB ફરજિયાત કરી શકે છે.

અહેવાલ અનુસાર ABS વાળાં વાહનોમાં ESC ઇન્સ્ટોલ કરવાનો ખર્ચ રૂ.૩,૫૪૩ આવશે, જયારે ઓટોનોમસ ઇમર્જન્સી બ્રેક સિસ્ટમ લગાવવાનો ખચ રૂ.૧૪૧૭થી ૨૦૦૦ સુધીનો આવી શકે છે. આમ, વાહનમાં આ બંને (ફિચર્સ લગાવવાથી વાહનની કિંમત રૂ. ૧૦ હજાર સુધી વધી જશે. ઇલેકટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ ટેકિનક વાહનને સ્લીપ થતું અટકાવે છે અને જયારે ડ્રાઇવર સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવે છે તો ESC ટેકિનક સ્ટીયરિંગ વ્હીલ એન્ગલ અને વાહનને સ્પીડના હિસાબે તેની ઝડપને કંટ્રોલ કરે છે, જયારે અકસ્માતની સ્થિતિમાં ESC ઓટોમેટિક બ્રેક લગાવી દે છે.

(3:35 pm IST)