Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

થાણેના ઝુગ્ગી વસ્તીમાં રહેતા અને 300 રૂપિયા રોજ પર મજૂરી કરતા આવકવેરાની એક કરોડની નોટિસ

આ બૅન્ક ખાતાની કોઈ જાણકારી નથી, જેમાં ૫૮ લાખ રૂપિયા જમા કરાયા હતા : કોઈએ નકલી દસ્તાવેજ ના આધારે ખાતું ખોલાવ્યું !!

મુંબઈ :  ઉપનગર થાણેના ઝુગ્ગી વસ્તી અંબિવલીમાં રહેતા બાબુસાહેબ આહિર ૩૦૦ રૂપિયા રોજ પર મજૂરી કરે છે. આયકર વિભાગે તેને જે નોટિસ મોકલી છે આયકર વિભાગે રોજ ૩૦૦ રૂપિયા મજૂરી કરી કમાણી કરનાર મજૂરને ૧.૦૫ કરોડ રૂપિયાની ટૅક્સ નોટિસ મોકલી દીધી છે આહિરના બૅન્ક ખાતામાં નોટબંધી દરમ્યાન ૫૮ લાખ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા.

આયકર નોટિસ મળ્યા બાદ બાબુસાહેબ આહિરે થાણે પોલીસને આ મુદ્દે ફરિયાદ કરી છે. આહિરનું કહેવું છે કે તેને આ બૅન્ક ખાતાની કોઈ જાણકારી નથી, જેમાં ૫૮ લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. આહિર અનુસાર એવું બની શકે છે કે તેના નકલી દસ્તાવેજના આધારે કોઈએ તેના નામે બૅન્ક ખાતું ખોલાવ્યું હોય. બાબુસાહેબ પોતાના સસરાની ઝૂંપડીમાં તેમની સાથે જ રહે છે. આહિરે કહ્યું કે તેને પહેલી વખત સપ્ટેમ્બર, ૨૦૧૬માં એક નોટિસ દ્વારા ખબર પડી કે એક પ્રાઈવેટ બૅન્કમાં તેના નામે ખાતું ખોલાવેલા ખાતામાં નોટબંધી દરમ્યાન ૫૮ લાખ રૂપિયા જમા કરવામાં આવ્યા છે.

પહેલી નોટિસ મળતાં જ બાબુસાહેબ આહિરે આયકર વિભાગ અને બૅન્કનો સંપર્ક કર્યો. ખબર પડી કે તેના પાનકાર્ડનો ઉપયોગ કરી બૅન્ક ખાતું ખોલવામાં આવ્યું છે, પરંતુ તેમાં તેનો ફોટો અને સહી ખોટા છે. સ્પષ્ટ થઈ ગયું કે બૅન્ક અકાઉન્ટ ખોલાવવા માટે તેના ડુપ્લિકેટ પાનકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વર્ષે ૭ જાન્યુઆરીએ આયકર વિભાગ તરફથી આહિરને ૧.૦૫ કરોડની નોટિસ મોકલવામાં આવી છે. આ પહેલી નોટિસ આવ્યા બાદ પોલીસ અને આયકર વિભાગને જાણકારી આપ્યા બાદ આહિરને મોકલવામાં આવેલી આ બીજી નોટિસ છે. હવે આહિરની ફરિયાદ અનુસાર પોલીસે તપાસના આદેશ આપ્યા છે.

(11:47 am IST)