Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

હવે દુધમાં ભેળસેળ બનશે ભૂતકાળઃ FDCA ગુણવત્તાની તપાસ કરશેઃ ગ્રામ્ય સ્તરે જ કાર્યવાહી

જો દુધના સેમ્પલમાં ગોલમાલ થશે તો કડક પગલા લેવાશે

નવી દિલ્હી, તા.૧૭: ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી (FDCA) રાજયભરમાં દૂધની ગુણવત્તાની તપાસ કરવાનું કામ ઉપાડશે. સહકારી મંડળીઓ પાસે દૂધ પહોંચે તે પહેલા ગ્રામ્ય સ્તરે જ દૂધની ગુણવત્ત્।ા ચકાસવામાં આવશે. જો દૂધના સેમ્પલ બિનઆરોગ્યપ્રદ કે ભેળસેળયુકત નીકળ્યા તો દૂધ ઉત્પાદક સામે કડક પગલાં ભરવામાં આવશે, તેમ FDCAના અધિકારીઓએ જણાવ્યું.

આ ઉપરાંત દૂધમાં ભેળસેળ છે કે નહીં તે ચકાસવા માટે અસંગઠિત ડેરીઓ સામે પણ ડ્રાઈવ શરૂ કરશે. અધિકારીએ જણાવ્યું, છૂટક દૂધ વેચતી ડેરીઓમાં પણ તપાસ કરવામાં આવશે.ઙ્ખ આ ડ્રાઈવ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) સાથે મળીને શરૂ કરાશે.

ગુજરાત FDCAના કમિશનર એચ. જી. કોશિયાએ કહ્યું, અમૂલ જેવી મોટી કંપનીઓમાં FSSAIના સ્ટાન્ડર્ડ પ્રમાણે, દૂધની ગુણવત્તા ચકાસવાની સુવિધા છે. પરંતુ ગ્રામ્ય સ્તરે દૂધ ઉત્પાદકો સહકારી મંડળીમાં દૂધ જમા કરાવે તે પહેલા તેમાં ભેળસેળ કે આરોગ્યપ્રદ છે કે નહીં તે ચકાસવા માટેની સુવિધા નથી. કોશિયાએ જણાવ્યું, 'ખેડૂતો ગાય કે ભેંસને દોહે છે તે જગ્યાએ જ જઈને દૂધની ગુણવત્તા ચકાસવાનો નિર્ણય રાજય સરકારે કર્યો છે. ખેડૂતો દૂધ દોહે છે તે જગ્યા સ્વચ્છ છે કે નહીં અથવા તો દૂધમાં ભેળસેળ થઈ છે કે નહીં તેની ચકાસણી ગ્રામ્ય સ્તરે જ કરવામાં આવશે. મોટી સહકારી મંડળીઓ પાસેથી દૂધ ઉત્પાદકોની માહિતી એકઠી કરવામાં આવશે.'

કેંદ્ર સરકાર અને FSSAIના નિર્દેશોનું પાલન કરતાં ટૂંક સમયમાં જ રાજય સરકાર હોટલ અને રેસ્ટોરાંને સ્વચ્છતાના આધારે રેટિંગ આપશે. FDCA કમિશનર એચ. જી. કોશિયાએ કહ્યું, 'હોટલો અને રેસ્ટોરાં સ્વચ્છતાનું પરીક્ષણ કરાવવા માટે જ્ઝ્રઘ્ખ્ની સંપર્ક કરી શકે છે. અમે થર્ડ પાર્ટી એસેસમેન્ટ કરીશું અને રેસ્ટોરાં-હોટલોને રેટિંગ આપીશું. જે તેઓ હોટલ કે રેસ્ટોરાંની અંદર લગાવી શકશે. આમ કરવાથી ગ્રાહકોને જે-તે રેસ્ટોરાં કે હોટલમાં જમવું કે નહીં તેનો નિર્ણય કરવામાં સરળતા રહેશે.'

(11:28 am IST)