Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

પીઓકેમાં ૧૮ કલાક બરફ નીચે રહેલી ૧૨ વર્ષીય બાળકી જીવતી મળી આવી

આ હોનારતે તેના ભાઈ અને બહેનનો ભોગ લીધો છે

મુજફફરાબાદ,તા.૧૭: પીઓકેમાં હિમસ્ખલન બાદ આશરે ૧૮ કલાક સુધી બરફ નીચે દટાયેલી ૧૨ વર્ષીય બાળકી સમીના બીબીનો આબાદ બચાવ થયો છે. જો કે, આ હોનારતે તેના ભાઈ અને બહેનનો ભોગ લીધો છે.

પાકિસ્તાનમાં હિમપ્રપાતના કારણે મરનારા લોકોનો આંકડો ૧૧૦ને પાર કરી ગયો છે તેવામાં ૧૮ કલાક સુધી બરફ નીચે દટાઈ રહેલી એક ૧૨ વર્ષની બાળકી જીવતી મળી આવતા તેની માતા આનંદિત થઈ ગઈ હતી. ભારે હિમવર્ષાના કારણે નીલમ વેલીમાં આવેલું સમીનાનું ઘર તેની લપેટમાં આવી ગયું હતું અને તેણી બરફથી લદાઈ ગઈ હતી. બરફમાં દબાવાના લીધે અને પડવાના લીધે તેના પગે ફ્રેકચર થઈ ગયું હતું અને મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું હતું છતા તે સતત જાગતી રહી હતી અને મદદ માટે ચીસો પાડતી રહી હતી.

સમીનાની માતાને સૌ પ્રથમ એરલિફ્ટ કરી લેવામાં આવ્યા હતા અને તેમણે સમીના સિવાય અન્ય એક દીકરી અને દીકરાને આ દુર્દ્યટનામાં ખોઈ દીધા છે.

હાલમાં સમીનાને મુજફફરાબાદની હોસ્પિટલમાં અન્ય ઘાયલો સાથે સારવાર આપવામાં આવી રહી છે અને તેના કહેવા પ્રમાણે અચાનક જ આપત્ત્િ। ત્રાટકી હતી. તેમણે ઘરમાં અન્ય લોકોને આશરો આપેલો હતો અને કોઈ પણ જાતના ગડગડાટ વગર અચાનક જ બધું વિખેરાઈ ગયું હતું.

(11:22 am IST)