Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

હુ... હુ... હુ...

સમગ્ર સૌરાષ્ટ્ર ધ્રુજી ઉઠયું: શિયાળો પુરબહારમાં ખીલી ઉઠયોઃ ઠંડી જમાવટ કરે છેઃ તાપમાનનો પારો સડસડાટ નીચેઃ

નલિયા, જુનાગઢ, અમરેલીમાં હિમાચલ જેવી ઠંડીનો અનુભવઃ કાતિલ ઠંડી હજુ ત્રણથી ચાર દિવસ રહેવા સંભવ

રાજકોટ, તા.૧૭: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ઠંડીએ બોકાસો બોલાવી દીધો છે અને લોકો ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા છે. લઘુતમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરી રહ્યો છે.

ગઇકાલ સવારથી સતત ઠંડીમાં વધારો થઇ રહ્યો છે અને લોકોને શિયાળાની કડકડતી ઠંડીનો અનુભવ થયો છે.

આજે રાજયમાં સૌથી ઠંડુ શહેર અમરેલી રહ્યુ છે અમરેલીનું લઘુતમ તાપમાન ૩ ડીગ્રી, નલીયા ૩.૪, ગીરનાર પર્વત ૩.૮, જામનગર ૭.૫, રાજકોટ-જામનગર ૭.પ, કેશોદ ૭.૬, ભુજ ૮.૭, જુનાગઢ-દિવ ૮.૮, સુરેન્દ્રનગર ૯.૦, ન્યુ કંડલા ૯.૨, ગાંધીનગર વડોદરા ૯.૮ ડીગ્રી, ડીસા અને વલ્લભ વિદ્યાનગર ૧૦.૨, વેરાવળ ૧૦.૪, અમદાવાદ ૧૦.૭ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાય છે.

અમરેલી

અમરેલીઃ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કડકડતી ઠંડીનો માહોલ જામ્યો છે અને આજે રાજયમાં સૌથી નીચુ લઘુતમ તાપમાન ૩ ડીગ્રી નોંધાયુ છે. જેના કારણે લોકો ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા છે.

જામનગર

જામનગરઃ શહેરનું આજનું હવામાન ૨૧ મહત્તમ ૭.૫ લઘુતમ ૮૧ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫.૮ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

જુનાગઢ

આજે ફરી ગીરનાર પર્વત ૩.૮ ડીગ્રી કાતિલ ઠંડીથી ઠુઠવાતા પર્વત વિસ્તાર ઠંડોગાર થઇ ગયો છે. જુનાગઢમાં ૪ ડીગ્રી વધીને ૮.૮ ડીગ્રી ઠંડી નોંધાતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે.

ગઇકાલે જૂનાગઢ જિલ્લામાં આખો દિવસ ૫.૪ કિમીની ઝડપે ઠંડોગાર પવન ફુંકાતા વાતાવરણ બર્ફીલુ થઇ ગયુ હતું અને સમી સાંજથી ફરી ઠંડીએ આતંક મચાવવાનું શરૂ કરી દીધુ હતું.

આજે સવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૪ ડીગ્રી ઘટીને ૮.૮ ડીગ્રી નોંધાતા સમગ્ર સોરઠ વિસ્તારમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે.

એક દિવસની આંશિક રાહત બાદ આજે પણ ઠંડીનો ચમકારો રહેતા લોકોના રોજીંદા કામકાજ-વ્યવહારને ભારે અસર થઇ છે.

જૂનાગઢનાં ગીરનાર પર્વત ખાતે આજે ૩.૮ ડીગ્રી નોંધાઇ છે. બે દિવસ અગાઉ ગીરનાર ૩.૭ ડીગ્રી ઠંડીથી ઠંડોગાર થઇ ગયો હતો. અહીં આજે પણ એટલુ જ તાપમાન નોંધાતા પર્વત વિસ્તાર સહિત પ્રવાસીઓ અને ધાર્મિક જગ્યાઓના નિવાસીઓ ઠુઠવાય ગયા હતા અને પાણી ઠરીને ઠીકરૂ થઇ જતા મુશ્કેલીનો સામનો કરવો પડયો છતાં આજની હાડ થીજાવતી ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા રહેતા ઠંડીની તીવ્રતા વધી હતી. આજે સવારથી ૩.૭ કિમીની ઝડપે પવન ફુંકાય રહ્યો છે.(૨૩.૯)

સૌરાષ્ટ્ર-કચ્છમાં કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

અમરેલી

૩.૦ ડીગ્રી

નલીયા

૩.૪ ડીગ્રી

ગીરનાર પર્વત

૩.૮ ડીગ્રી

જામનગર

૭.પ ડીગ્રી

રાજકોટ

૭.૬ ડીગ્રી

કેશોદ

૭.૬ ડીગ્રી

ભુજ

૮.૭ ડીગ્રી

જુનાગઢ

૮.૮ ડીગ્રી

સુરેન્દ્રનગર

૯.૦ ડીગ્રી

ન્યુ કંડલા

૯.ર ડીગ્રી

વેરાવળ

૧૦.૪ ડીગ્રી

૪ મહાનગરો

ગાંધીનગર

૯.૮ ડીગ્રી

વડોદરા

૯.૮ ડીગ્રી

અમદાવાદ

૧૦.૭ ડીગ્રી

સુરત

૧ર.૬ ડીગ્રી

ગુજરાત

મહુવા

૮.૯ ડીગ્રી

ડીસા

૧૦.ર ડીગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૦.ર ડીગ્રી

(11:01 am IST)