Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

તારીખ પે તારીખનું મ્હેણું ભાંગ્યું

અરજી કર્યાના સાત જ દિવસમાં પતિ-પત્નિને મળી ગયા છુટાછેડા

પૂણે, તા.૧૭: છૂટાછેડા માટે કોર્ટમાં વર્ષો લાગી જતા હોય છે અને તારીખ પર તારીખ પડતી હોય છે પરંતુ પૂણેની ફેમિલી કોર્ટે મંગળવારે ફકત સાત દિવસની અંદર જ એક દંપત્તિના છૂટાછેડાને મંજૂર કરી દીધા છે. આ કેસમાં મહિલા પક્ષના વકીલ વિક્રાંત શિંદેએ જણાવ્યું છે કે કોર્ટે સુપ્રીમ કોર્ટે ૨૦૧૭જ્રાક્ન આપેલા ચૂકાદાને ધ્યાનમાં રાખ્યો હતો જેમાં પરસ્પર સંમતિ હોવા છતાં રાખવામાં આવતા છ મહિનાના કૂલિંગ પિરીયડને રદ્દ કરતો ચૂકાદો આપ્યો હતો. નોંધનીય છે કે પતિ-પત્ની છૂટાછેડા માટે રાજી હોય તેમ છતાં કોર્ટમાં છૂટાછેડા માટે છ મહિનાનો ફરજીયાત કૂલિંગ પિરીયડ રાખવામાં આવે છે.

આ કેસમાં દંપત્તિએ છૂટાછેડા માટે કેસ દાખલ કરવાનો નિર્ણય લીધો તે અગાઉ તેઓ દોઢ વર્ષથી અલગ રહેતા હતા. અત્યાર સુધી પરસ્પર સંમતિથી આટલા ઝડપથી છૂટાછેડા આપવામાં આવ્યા હોય તેવો કેસ મારા ધ્યાનમાં નથી. થોડા મહિના અગાઉ અમારી પાસે એક કેસ આવ્યો હતો જેમાં ૧૩ દિવસની અંદર તેમના છૂટાછેડા માન્ય કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે પરસ્પર સંમતિથી છૂટાછેડાની અરજીમાં પ્રથમ સુનાવણીથી આઠ દિવસની અંદર તેમની અરજી માન્ય કરવામાં આવી શકે નહીં. આ કેસમાં મને લાગે છે કે આ સૌથી ઝડપી છૂટાછેડા છે, તેમ શિંદેએ જણાવ્યું હતું.

વકીલે જણાવ્યું હતું કે બંને જણા બેંગલોરની આઈટી કંપનીમાં સાથે કામ કરતા હતા અને બંનેએ ૨૦૧૫માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેઓ બેંગલોર રહેવા ગયા હતા. તેમને કોઈ સંતાન નથી. ઘણા બધા મુદ્દાઓને લઈને તેમના મતભેદો હતા અને દ્યણી વખત તેઓ ઝદ્યડી પણ પડતા હતા. તેથી ૩૦ જૂન ૨૦૧૮ના રોજ તેઓ અલગ થઈ ગયા હતા. બાદમાં મહિલા પૂણે પરત આવી હતી અને આઈટી કંપનીમાં નોકરી શરૂ કરી હતી. જયારે પુરૂષે બેંગલોરમાં જ પોતાની નોકરી જારી રાખી હતી.

છઠ્ઠી જાન્યુઆરીએ તેમણે છૂટાછેડાની અરજી કરી હતી અને ફેમિલી કોર્ટના જજ એસઆર કાફરેએ તેની સુનાવણી કરી હતી. આ દરમિયાન તેમને કાઉન્સેલિંગ પ્રોસેસમાંથી પસાર થયા હતા.

(10:06 am IST)