Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ઓડીએ લોન્ચ કરી પોતાની નવી કાર Audi Q8 : માત્ર 5થી 9 સેકન્ડમાં 100 કિ.મી.ની પકડશે ઝડપ

મહત્તમ સ્પીડ પ્રતિ કલાક 250 કિલોમીટર અને કારની કિંમત રૂપિયા 1.33 કરોડ છે

નવી દિલ્હી : જર્મન લક્ઝરી કાર ઉત્પાદક કંપની ઓડીએ ભારતમાં પોતાની નવી કાર લોન્ચ કરી છે. Audi Q8 કાર 4-ડોર લક્ઝરી કૂપ અને લક્ઝરી એસયુવી છે. દરેક કાર Q8 ઓર્ડર પર બનાવવામાં આવશે. દરેક ગ્રાહક તેની પસંદગી પ્રમાણે તેને કસ્ટમાઇઝ કરી શકે છે. ભારતમાં તે CBU તરીકે આયાત કરવામાં આવશે એટલે કે તે સંપૂર્ણ રીતે બનાવેલ એકમ હશે.

કંપની ભારતીય બજારમાં Aડી ક્યૂ 8ના માત્ર 200 યુનિટનું વેચાણ કરશે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ભારતમાં લોન્ચ કરવામાં આવેલી આ કારનો પ્રથમ ગ્રાહક બન્યા છે. કંપનીનો દાવો છે કે ઓડી ક્યૂ 8 એસયુવી 5થી 9.9 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકશે.

આ એસયુવી કારની મહત્તમ ગતિ પ્રતિ કલાક 250 કિલોમીટર છે. આ કારની કિંમત રૂપિયા 1.33 કરોડ છે.

(12:53 am IST)