Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

કાશ્મીરમાં બધુ બરાબર દેખાડવા માટે મંત્રીઓની યાત્રા પહેલા પાંચ વધુ નેતા મુકતઃ ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓને મુકત કરવાની હિમંત રાજય પ્રશાસન પાસે નથી.

કાશ્મીરમાં બધુ બરાબર છે તે દેખાડવા માટે આવતા અઠવાડિયે થનાર કેન્દ્રીય મંત્રીઓની યાત્રા પહેલા રાજય પ્રશાસનએ વધુ પાંચ નેતાઓને મુકત કર્યા પણ ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓને મુકત કરવા ઇન્કાર કરતા કહ્યું કે પ્રશાસન હજુ આ હાલતમાં નથી.

આ ક્રમમાં આજ પાંચ નેતાઓને મુકત કરવામાં આવ્યા છે. આ પહેલા ૩૦ ડીસેમ્બરના પાંચ રાજનયિક નેતઓને મુકત કરવામાં આવ્યા હતા. આ પાંચ નેતા નેશનલ કોંગ્રેસ અને પીડીપીના હતા. હાલમાં પૂર્વ મુખ્યમંત્રી ડો. ફારૂક અબ્દુલા, ઉમર અબ્દુલા અને મહબૂબા મુફતીને મુકત કરવાથી પ્રશાસન ડરે છે.

કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસનએ રપ નવેમ્બરના બે નેતાઓ પીડીપીના દિલાવર મીર અને ડેમોક્રેટીક પાર્ટી નેશનાલિસ્ટના ગુલામ હસન મીરને પણ મુકત કર્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ ઘણા નેતાઓ નજરબંધ છે ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓની મુકિતની સંભાવના નહીવત છે. કાશ્મીર આવી રહેલ મંત્રીઓના પ્રતિનિધમંડળને દેખાડવામા આવશે કે કાશ્મીરમાં બધુ જ બરાબર છે.

કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરમા આગામી દિવસોમાં કેન્દ્રીય મંત્રી જિલ્લા સ્તર પર જનપહોંચ કાર્યક્રમ કરશે.

૧૮ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની આગેવાનીમાં કાર્યક્રમ કરશે. મહેન્દ્રનાથ પાંડે જમ્મુ, અર્જુન રામ મેઘવાલ કઠુઆમા રહેશે અને કાર્યક્રમ આપશે.

ભાજપા પ્રદેશ મહાસચિવ અશોક કોલએ કહ્યું છે કે કાર્યક્રમનું આયોજન સરકારી સ્તર પર હશે. ભાજપા નેતા અને કાર્યકર્તા કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરશે.

(11:48 pm IST)