Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાની તૈયારીઓ શરૃઃ સ્થળ અને સમય હજુ નકકી નથી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાની પ્રારંભિક તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. પણ તારીખ અને યાત્રાના સ્થાનોને લઇ હજુ કાંઇ નકકી થયુ નથી. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવિશકુમારએ કહ્યું અહી નિયમીત બ્રીફીંગમા કહ્યું કે બન્ને દેશોની રાજનયીક ચેનલ ટ્રમ્પની યાત્રા વિશે લગાતાર સંપર્કમા છે પણ યાત્રાની તારીખ, મહીનો અને યાત્રાના સ્થાનોને લઇ હજુ પણ વાતચીત ચાલુ છે.

અમેરિકાની ચૂંટણીઓ પહેલા ટ્રમ્પની યાત્રાની ચર્ચાઓએ જોર પકડયું છે અને વિભિન્ન રીપોર્ટોમાં અલગ અલગ તારીખો બતાવી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચુંટણી ત્રણ નવેમ્બર ર૦ર૪ ના છે. કુમારએ કહ્યું કે ભારત અને અમેરિકામાં ટોચના સ્તર પર સંવાદ અને સંપર્ક બન્ને દેશો વચ્ચે રણનૈતિક ભાગીદારીનુ અભિન્ન અંગ છે. મોદીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમા અમેરિકા યાત્રા દરમ્યાન ટ્રમ્પને ભારત આવવા આમંત્રણ આપયું હતુ.

(12:00 am IST)