Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

SCO ની વાર્ષિક બેઠક માટે ભારત આપશે પાકિસ્તાનને આમંત્રણ

યુએનએસસીમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા બદલ પાકિસ્તાન અને ચીનને ફટકાર લગાવી

નવી દિલ્હી: ભારત શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની વાર્ષિક બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને આમંત્રણ આપશે  ભારત આ વર્ષે શાંઘાઈ સહયોગ સંગઠનની વાર્ષિક બેઠકની મેજબાની કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે આ જાણકારી આપી.હતી 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે "હવે એ સ્પષ્ટ છે કે ભારત આ વર્ષના અંતમાં એસસીઓ પરિષદના પ્રમુખોની બેઠકની મેજબાની કરશે. આ બેઠક વડાપ્રધાન સ્તરે દર વર્ષે આયોજિત કરાય છે અને તેમાં એસસીઓના કાર્યક્રમ અને બહુપક્ષીય આર્થિક અને વેપારને લઈને ચર્ચાઓ કરાય છે". બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને આમંત્રણ આપવાના સવાલ પર તેમણે કહ્યું કે "તમામ આઠ દેશો અને ચાર પર્યવેક્ષકોને આમંત્રણ આપવામાં આવશે

આ અવસરે રવીશકુમારે યુએનએસસીમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા બદલ પાકિસ્તાન અને ચીનને ખુબ ફટકાર પણ લગાવી. તેમણે કહ્યું કે "એકવાર ફરીથી પાકિસ્તાનના પાયાવિહોણા આરોપોની સચ્ચાઈ બધાની સામે આવી છે. જો કશું ચર્ચા કરવા યોગ્ય હશે તો તે ભારત-પાકિસ્તાન વચ્ચે જ થઈ શકે છે. તેમણે વારંવાર આ શર્મિંદગીથી બચવું જોઈએ. ચીને બોધપાઠ લેવો જોઈએ

(12:00 am IST)