Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ગુજરાતી સીનીઅર ફ્રેન્ડ સરકલ ( GSFC ) કેલિફોર્નિયાના ઉપક્રમે ઈસ.૨૦૨૦ ના આગમનને વધાવાયું

 કેલિફોર્નિયા : સર્ઘન કેલિફોર્નિયામાં ઘણા વર્ષોથી કાર્યરત '' ગુજરાતી સિનીયર્સ ફ્રેન્ડ સર્કલ ( GSFC) ના સભ્યો દ્વારા ઈસ.૨૦૨૦ ના આગમનને વધાવવાનો કાર્યક્રમ ખૂબજ ઉત્સાહ પૂર્વક યોજાઈ ગયો. આ માટે એનાહેઈમ સ્થિત રાધે સ્વીટ એન્ડ રેસ્ટોરંટ માં તારીખ ૧૧મી જાન્યું ના સવારે ૧૦ઃ૩૦ કલાકથી સભ્યોના આગમન સાથે સૌના વધામણાં કર્યા... સૌ એક-બીજાને સ્નેહભાવે વંદન પૂર્વક શુભેચ્છાઓ પાઠવી આનંદ વ્યક્ત કર્યો. સભાના પ્રારંભે શ્રી ગુણવંતભાઈ પટેલે સૌ ને આવકારી નવા વર્ષની શુભેચ્છા પાઠવી આનંદ વ્યક્ત કર્યો તેમજ ૨૬ મી જાન્યુઆરીના આવનાર રાષ્ટ્રિય તહેવાર અંગે સૌનું અભિવાદન કર્યુ અને આપણી આ સંસ્થાની સ્થાપનાનો પરિચય આપ્યો.

       હવે કાર્યક્રમનું સુકાન સભ્યશ્રી હર્ષદભાઈ શાહે સંભાર્યુ... શ્રીમતિ રેખાબેન દવે દ્વારા  '' ગણેશ સ્તુતી '' કરવામાં આવી..ત્યાર બાદ શ્રી હર્ષદભાઈ શાહ દ્વારા ઓસ્ટ્રેલીયામાં સર્જાયેલ ભયંકર દાવાનળ ને લઈને સર્જાયેલ ખુવારીનો ચીતાર વર્ણવવામાં આવ્યો. આ પરત્વે સહાનભૂતિ સહ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું. અને ૩૦ સેકંડ મૌન પાળીને સૌએ સંવેદના વ્યક્ત કરી. આ  સંવેદના વ્યક્ત કરવા માટે શ્રીમતિ ચંદ્રીકાબેન મિસ્ત્રી તથા શ્રીમતિ લતાબેન શાહ દ્વારા કવિશ્રી દુલા ભાયા " કાગ "  વડલો કહે મારી વનરાઈ સળગી... છોડી દીયોને  જુના માળા, ઊડી જાવ પંખી પાંખો વાળા.....'' દર્દભર્યા સૂરમાં ગાઈને પશુ,પંખી,જંગલ,અને માનવ હાનીને  વર્ણવી. સૌએ નતમસ્તકે દુઃખ વ્યક્ત કર્યું...
          સભ્યશ્રી સી.એમ.પટેલ દ્વારા  ' તજ અને મધ 'ના આયુર્વેદીક ઉપચાર ઉપર સમજ આપવામાં આવી.. તેમજ આ અંગે સભ્યો તરફથી પૂછવામાં આવેલ પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીને સૌનો આદર પ્રાપ્ત કર્યો... ધન્યવાદ...
        માનનીય સભ્યશ્રી જગદીશભાઈ પટેલ દ્વારા ' મેડીકલ અને ઈન્શ્યોરન્સ કંપની દ્વારા મળતા લાભોની જાણકારી આપવામાં આવી... ત્યાર બાદ સંસ્થાના સભ્યશ્રી ભાનુભાઈ પંડયાને ગત પોગ્રામમાં તેમના પ્રવચન ' જન્મકુંડળી માં ગ્રહો ના સ્થાન અને તેના લાભાલાભ અંગે વિસ્તાર પુર્વક જાણકારી આપવા બદલ   સન્માનપત્ર આપવાઅંગે શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી દ્વારા જાણકારી આપવામાં આવી ... તેમજ  આ સન્માનપત્ર આપવા માટે સંસ્થાનાજ વરીષ્ટ પત્રકાર અને સમાજ સેવક એવા શ્રી શૈલેશભાઈ પરીખ ને આમંત્રણ આપવામાં આવ્યું... આ સન્માનપત્ર નું વાંચન શ્રીમતિ ચંદ્રીકાબેન મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું.... ત્યાર બાદ શ્રી શૈલેશભાઈ પરીખના હસ્તે શ્રી ભાનુભાઈ પંડયાને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું... આ રીતે સભ્યોની વિશિષ્ટતાને ઓરખીને તેનો લાભ સૌને મળે તેવા અભિગમને બિરદાવ્યો.. ત્યાર બાદ શ્રી ભાનુભાઈ એ ' લોલક ' Pendulum ' ઉપર વિવિધતા સભર માહિતી આપી. આ કાર્યક્રમમાં સૌ સભ્યોએ મુક્તપણે પોતાના અભિપ્રાયો અને સૂચનો વ્યક્ત કર્યા જેને આગામી કાર્યક્રમોમાં સ્થાન આપવામાં આવશે...અંતમાં સુંદર મઝાનું ગુજરાતી સ્વાદિષ્ટ ભોજનને માણીને સૌ પરીર્તુપ્તીના ઓડકાર સાથે સૌ વિરામ પામ્યા.
 સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં દુષ્યંતભાઈ -ગીતાબેપટેલ,જીતેન્દ્ર પટેલ,મનસુખભાઈ ગાંધી વગેરે નો સહયોગ મળ્યો હતો. સૌ સભ્યોને સુંદર કાર્યક્રમ માણવા બદલ અભિનંદન.તેવું માહિતી શ્રી હર્ષદભાઈ શાહ અને તસ્વિર સૌજન્ય શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા દ્વારા જાણવા મળે છે.

(1:17 pm IST)