Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ઇસરોના ઉપગ્રહ સાથે જોડાયા ભારતીય રેલવે એન્જીન : ટ્રેનનો ચોક્કસ સમય જાણવામાં સેટેલાઇટથી મળશે મદદ

સમય માટેની મુસાફરોની સમસ્યાનો આવશે અંત :નિર્ધારિત સમય હવે જાણી શકાશે

નવી દિલ્હી :ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે  ભારતીય રેલ્વેને ઈસરો સાથે જોડવાનું કામ કર્યું છે જેને લીધે રેલ્વેમાં મુસાફરી કરતા દરેક લોકોને લાભ થશે.

  ટ્રેનના સમયને લીધે મુસાફરોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ આ સમસ્યાનો અંત આવી ગયો છે ભારતીય રેલ્વેએ પોતાના એન્જીનને ઈસરોના ઉપગ્રહ સાથે જોડી દીધા છે જેને લઈને ઉપગ્રહ દ્વારા મળતી જાણકારી દ્વારા ટ્રેનના સમયની જાણકારી મળશે. ટ્રેનનો ચોક્કસ નિર્ધારિત સમય પણ હવે જાણી શકાશે.

  રેલ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આઈએએનએસને જણાવ્યું કે નવા વર્ષમાં એક નવી શરૂઆત કરવામાં આવી છે. ટ્રેનનો ચોક્કસ સમય હવે ઈસરોના સેટેલાઈટની મદદથી મળી શકશે.

અધિકારીએ જણાવ્યું કે આ પ્રણાલી ૮ જાન્યુઆરીના રોજ શ્રીમાતા વૈષ્ણો-કટરા બાંદ્રા ટર્મિનસ, નવી દિલ્લી-પટના, નવી દિલ્લી-અમૃતસર અને દિલ્લી-જમ્મુ રૂટ પર કેટલીક મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં અમલમાં મુકવામાં આવી છે.

(10:14 pm IST)