Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

કેન્દ્ર સરકારનો ધડાકા જેવો નિર્ણય : મુળ ગુજરાત કેડરના વિવાદાસ્પદ આઇપીએસ રાકેશ આસ્થાના અને અરૂણકુમાર શર્મા સહીત ચાર ઉચ્ચ અધિકારીનો સીબીઆઇમાંથી તાત્કાલિક સમય ગાળો ટુકાવી નાખતો નિર્ણય કરતાં ખળભળાટઃ રાકેશ આસ્થાના અને અરૂણ શર્મા કેન્દ્રમાં બીજી એજન્સીમાં જશે કે ગુજરાત પરત આવશે ?

રાજકોટ :  કેન્દ્ર સરકારના ડેપ્યુટી સેક્રેટરી કવિથા વી. પ્રધ્યુમન દ્વારા એક તાકીદના હુકમથી ગુજરાત કેડરના  સીનીયર આઇ.પી.એસ. કે જેઓ સીબીઆઇ માં સ્પેશ્યલ ડાયરેકટર તથા શ્રી અરૂણકુમાર શર્મા કે જેઓ હાલ સીબીઆઇમાં જોઇન્ટ ડાયરેકટર તરીકે ફરજ બજાવે છે તેમના સહીત કુલ ચાર ઉચ્ચઅધિકારીઓનો સીબીઆઇમાંથી સમયગાળો તાત્કાલીક અસરથી ટુકાવી નાખતા આ હુકમ અંગે અનેકવિધ ચર્ચાઓ દેશભરના આઇપીએસ વર્તુળોમાં શરૂ થઇ છે.

એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ ધ કેબીનેટ મીનીસ્ટ્રી ઓફ પર્સોનલ પબ્લીક ગ્રીવન્શીસ એન્ડ પેન્શન્સ ડીપાર્ટમેન્ટ ઓફ પર્ર્સાેનલ એન્ડ ટ્રેનીંગ વિભાગ દ્વારા ડીઓપીટી/ એવી ડીવીઝન નોટ નંબરઃ ર૦ર/૧/ર૦૧૭- એવીડી-ાા (પીટીએલ) તારીખ ૧૭/૧/ર૦૧૯ના રેફરન્સથી જે સમયગાળો ટુકાવતો હેુકમ કર્યો છે  તેમાં બીજા બે અધિકારીઓમાં મનીષકુમાર સિંહા ડીઆઇજી સીબીઆઇ,  અને શ્રી જયંત જે. નાયકનેવરનો સમાવેશ થાય છે. ગુજરાતના ચીફ સેક્રેટરીને પણ  જે હુકમથી જાણ કરવામા આવી છે તેવા હુકમમાં સીબીઆઇ માંથી ઉકત અધિકારીઓને મુકત કર્યા બાદ કેન્દ્રની બીજી કોઇ એજન્સીમા નીમણુંક  આપવાની  સ્પષ્ટતા ન હોવાથી ગુજરાત સહીત દેશભરના આઇપીએસોમા હોટ ટોપીક બાબત એ બની છે કે રાકેશ આસ્થાના અને અરૂણકુમાર શર્મા કેન્દ્રની અન્ય એજન્સીમાં  મુકાશે કે પછી તેઓ ગુજરાત પરત આવશે ?  રાકેશ આસ્થાના ગુજરાતના હાલના ડીજીપી શિવાનંદ ઝા પછી સીનીયોરીટી ક્રમમાં બીજા નંબરે આવે છે.

 

(8:54 pm IST)