Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

Torrent પર લીક થયેલી ઉરી ફિલ્મને ડાઉનલોડ કરનારાઓને થશે અફસોસઃ ફિલ્મના કલાકારો કહે છેઃ ગેરકાયદે ડાઉનલોડ કરીને નહીં, થિયેટરમાં જઇને ફિલ્મ જુઓ, યે નયા હિન્દુસ્તાન હૈ, ઘર મેં ઘુસ કે મારેગા

મુંબઈ : નવા વર્ષની શરૂઆત ધમાકેદાર ફિલ્મ 'ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક'થી થઈ જેના કારણે દરેક ભારતીયોના દિલ દેશભક્તિના જોશથી ભરાઈ ગયા. આ ફિલ્મ બોક્સઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. હવે સમાચાર મળ્યા છે કે આ ફિલ્મ પાઇરસી સાઇટ્સ Torrent પર લીક થઈ ગઈ છે. આ ફિલ્મને કોઈ યુઝરે નહીં પણ મેકર્સે રિલીઝ કરી છે પણ આ મામલામાં એક ટ્વિસ્ટ છે.

'ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક' ગત શુક્રવારે રિલીઝ થઇ અને લોકો આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તો ફિલ્મની ચર્ચા છે જ પણ સાથે સાથે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ ધમાલ મચાવી રહી છે. પાંચ જ દિવસમાં ફિલ્મ 50 કરોડ કમાઈ ગઈ છે. ઘણા એવા લોકો છે જે થિયેટર્સમાં જોઇને ફિલ્મો પર પોતાના રૂપિયા ખર્ચ કરતા નથી, એવું જ કંઇક 'ઉરી'ની સાથે પણ થઇ રહ્યુ છે, કેમકે કેટલાક લોકો આ ફિલ્મને ડાઉનલોડ કરવા ગયા પણ તેમની સાથે જ થયું તેની કલ્પના પણ તેણે નહોતી કરી.

મેકર્સે ઘણા પ્રયત્નો કર્યા કે આ ફિલ્મ પાઇરસી વેબસાઇટ torrentથી બચાવી શકાય અને આ જ પ્રયત્નોમાં જ મેકર્સે પોતે જ ફિલ્મને આ સાઇટ પર અપલોડ કરી દીધી. વાસ્તવમાં મેકર્સ પાઇરસી ફિલ્મ દેખનારા લોકોને પાઠ ભણાવવા માંગતા હતા, તેથી 'ઉરી'ની એક વીડિયો ક્લિપ ટોરેન્ટ પર અપલોડ કરી દીધી. આ અપલોડ કરવામાં આવેલી ફિલ્મ 'ઉરી' લગભગ 4GB મૂવી ફાઇલને તમે ડાઉનલોડ કરશો તો તમને જે જોવા મળશે તે કંઇક અલગ જ હશે.

આ વીડિયોમાં યામી ગૌતમ કહી રહી છે કે, ''સર્જિકલ સ્ટ્રાઇક  0400 hours  પર સ્ટાર્ટ થશે અને તેમની આર્મીને ખબર પણ પડશે નહી.'' વિકી કૌશલ કહે છે કે, ''ઠીક એજ રીતે અમે તમારી સ્ક્રીનમાં ઘુસીને ગયા અને તમને ખબર પણ ના પડી.'' યામી આગળ કહે છે કે, ''તમને શું લાગે છે? જ્યારે અમારી આર્મી તેમની સરઝમી પર જઇને આતંકવાદીઓને મારી શકે છે તો અમે તમારા ટોરેન્ટમાં ના ઘુસી શકીએ?'' આ પછી વિકી કહે છે કે, ''પિક્ચર જુઓ, ગર્વથી થિયેટરમાં જઇને.'' યામી અને વિકી કહે છે કે, ''ચોરીછુપીથી ગેરકાયદેસર રીતે ડાઉનલોડ કરીને નહી, આ નવું હિંદુસ્તાન છે. ઘરમાં જઇને મારશે.''

(5:44 pm IST)