Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

૨૪ કલાકમાં ફરી હિમવર્ષાની આગાહી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં કોલ્ડવેવ સતત ચાલુ : શ્રીનગરની બે ડઝન ફલાઈટો રદ્દ

ભારે હિમવર્ષા : જમ્મુમાં ઠંડી ઘટી : વૈષ્ણોદેવી ૭ ડિગ્રીજમ્મુ અને કાશ્મીરમાં તાપમાનનો પારો થોડો ઊંચો જતાં ઠંડીમાં થોડી રાહત થઇ હતી. શ્રીનગર સહિત કેટલાક વિસ્તારોમાં નવેસરથી બરફવર્ષા થતાં ઠંડીનું મોજું યથાવત્ રહ્યું હતું. શ્રીનગરમાં ભારે હિમવર્ષાથી ૨૨ ફ્લાઇટ રદ થઇ હતી. પાટનગર દિલ્હી, પંજાબ અને હરિયાણામાં ઠંડીનું તીવ્ર મોજું યથાવત હતું.

અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ પહલગામમાં ત્રણ સેન્ટીમીટર બરફ પડયો હતો. શ્રીનગરનું તાપમાન વધીને માઇનસ ૨.૧ ડિગ્રી થયું હતું. ગુલમર્ગમાં માઇનસ છ ડિગ્રી, લદ્દાખના આંકડા ઉપલબ્ધ નહોતા.

જમ્મુમાં તાપમાનમાં વધારો થયો હતો અને ઠંડી ઘટી હતી. જમ્મુનું તાપમાન વધીને ૬.૨ ડિગ્રી નોંધાયું હતું. માતા વૈષ્ણોદેવીના બેઝ કેમ્પ કતરામાં સાત ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જમ્મુ અને કાશ્મીરમાં આગામી ૨૪ કલાકમાં ફરી બરફવર્ષા અને વરસાદની આગાહી કરવામાં આવી હતી.

પાટનગર દિલ્હીમાં લદ્યુતમ તાપમાન સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી નીચું ૪.૫ ડિગ્રી નોંધાયું હતું. અને મહત્ત્।મ તાપમાન ૨૧.૩ કે જે સામાન્ય કરતાં ઊંચું નોંધાયું હતું. ભેજનું પ્રમાણ ૧૦૦ અને ૫૫ ટકાની વચ્ચે રહ્યું હતું.

પંજાબ અને હરિયાણામાં પણ તીવ્ર ઠંડીનો માહોલ હતો. કરનાલ ૨.૪ ડિગ્રી સાથે સૌથી ઠંડુ સ્થળ બન્યું હતું. ચંડીગઢમાં ૫.૬, અમૃતસરમાં ૩.૬ અને લુધિયાણામાં ૪.૧ ડિગ્રી તાપમાન નોંધાયા હતા. હરિયાણાના મોટા ભાગના શહેરોના તાપમાન ત્રણથી ચાર ડિગ્રી વચ્ચે રહેતા તીવ્ર ઠંડી પડી હતી. કેટલાક સ્થળે ગાઢ ધુમ્મસને કારણે જનજીવનને અસર થઈ હતી.

(3:35 pm IST)