Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

કાળામરી કેટલા ફાયદાકારક?

કેન્સર અટકાવવામાં ઉપયોગી હોવાનું નવું આધુનિક રિસર્ચ

મીઠાની જેમ જ દરેક ડાયનીંગ ટેબલ પર કાળા મરી જોવા મળે છે. પણ મીઠા પર જેટલા પુસ્તકો લખાયા છે તેના પ્રમાણમાં મરી પર નિષ્ણાંતોએ બહુ ઓછું લખ્યું છે. ખરેખર તો મરી વિષે વધારે જાણવાની જરૂર છે.

કેટલાક અભ્યાસમાં એવું કહેવાયંુ છે કે કાળા મરી એચ.સી.એ. જે કેન્સર ઉત્પન્ન કરતું રસાયણ છે અને માસંને બહું ઉંચા ઉષ્ણતામાને પકાવવામાં આવે ત્યારે બહાર આવે છે તેને ઘટાડવામાં મદદરૂપ થાય છે. કાનસાસ સ્ટેટ યુનિવર્સિટીના એક ગ્રૃપના તારણ છે કે લગભગ એક નાની ચમચી કાળા મરી અર્ધો પાઉન્ડ માંસમાં નાખવાથી તે સંપૂર્ણપણે એચસીએ બનતું અટકાવે છે.

અભ્યાસના લેખક કહે છે કે જો આટલા મરી કોઇને તીખા તમતમતા લાગતા હોય તેને ઓરેગાનો, રોઝમેરી અને બીજા બીજા હર્બ સાથે મેળવીને સ્પાઇસ ટુ મીટનો તે રેશીયો જાળવીએ તો પણ આવા જ પરિણામો મળે છે.

મરી પાચનમાં પણ મદદરૂપ છે. ઇલીનોઇસ યુનિવર્સિટીના ન્યુટ્રીશનના પ્રોફેસર કીથ સીન્ગ્લેટરી જેમણે મરીના રીસર્ચ પર પોતાના રીવ્યુ લખ્યા છે, કહે છે કે મરી પાચન તંત્રમાં પણ બહુ ફાયદાકારક છે. કાળા મરી પાચક રસોનો સ્ત્રાવ કરવામાં મદદરૂપ થતા હોવાથી પાચનતંત્ર સુધરે છે. ઉપરાંત તે કેટલાક ન્યુટ્રીઅન્ટ ને શોષવામાં મદદ કરે છે.

હળદરના મૂળમાંથી કરકયુમીન નામનું રસાયણ મળે છે જે દાહરોધક અને એન્ટી ઓકસીડન્ટ પ્રકૃતિ ધરાવે છે. તેને શરીરમાં શોષવામાં મરી મદદરૂપ થાય છે. ઉપરાંત મરી રેઝવેરાટ્રોલ જે મગજની બિમારી, હૃદયરોગ અને ટાઇપ-ર ડાયાબીટીઝનું જોખમ ઓછું કરે છે તેને પણ શરીરમાં શોષવામાં મદદરૂપ છે.

અભ્યાસનો નિચોડ એ છે કે કાળા મરીના ઉપયોગથી આપણા શરીરને કોઇ નુકસાન નથી થતું પણ અમુક ન્યુટ્રીઅન્ટના પાચનમાં મદદરૂપ થાય છે અને માંસાહારી લોકોને અમુક પ્રમાણ એન્ટી કેન્સર રસાયણનો લાભ મળે છે.

(ટાઇમ્સ હેલ્થ માંથી સાભાર)

(3:34 pm IST)