Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

બજેટઃ ૩૦ ટકા વધારે રકમ આપવાની રેલવેની રજુઆત

ગયા વર્ષે પ૩૦૬૦ કરોડ રૂપિયા મળ્યા હતા :મોદી અવધિના અંતિમ બજેટ ઉપર દેશના લોકોની નજર

નવી દિલ્હી,તા. ૧૭: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર તેની અવધિનુ અંતિમ વચગાળાનુ બજેટ રજૂ કરવા જઇ રહી છે. જેના પર તમામ લોકોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. વચગાળાના બજેટમાં મોદી સરકાર કેટલાક મોટા પગલા લેવા જઇ રહી છે. જુદી જુદી અપેક્ષાઓ વચ્ચે હવે રેલવે મંત્રાલય દ્વારા સરકાર પાસેથી ૪૦ ટકા વધારે રકમની માંગ કરવામાં આવી છે. ગયા વર્ષે ૫૩૦૬૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. રેલવે દ્વારા પોતાના આધારભુત માળખાના વિકાસ માટે નાણાં મંત્રાય પાસેથી વધારાના બજેટની માંગ કરી છે. રેલવેની માંગ છે કે બજેટ ૨૦૧૯-૨૦માં ૩૦ ટકા વધારે બજેટ સહાયતા આપવામાં આવે. અલબત્ત વર્ષ ૨૦૧૯-૨૦ના આ વચગાળાનુ બજેટ છે. જો કે રેલવેની દલીલ છે કે બજેટમાં વધારે નાણાં મળવાની સ્થિતીમાં રોકાઇ પડેલી યોજનાને ટ્રેક પર લાવી શકાશે. સાથે સાથે યાત્રીઓ માટે વધારે સુવિધા ઉભી કરવામાં આવશે. રેલવેના એક અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે છેલ્લા બજેટમાં અંદાજપત્રીય સહાયતાના સ્વરૂપમાં રેલવેને ૫૩૦૬૦ કરોડ રૂપિયાની રકમ મળી હતી. જો કે છેલ્લા એક વર્ષના ગાળામાં રેલવે દ્વારા વિજળીકરણ , ટ્રેક ડબલીકરણ, સ્ટેશનોની જાળવણી સહિત કેટલીક યોજનાઆમાં તેજી લાવી શકે છે. ડીઝલની કિંમતોમાં  હાલમાં જોરદાર તેજી આવી ચુકી છે. જેની અસર રેલવે પર જોવા મળી રહી છે. આની સાથે સાથે સાતમા વેતન પંચની ભલામણની અસર પર રેલવેની નાણાંકીય સ્થિતી પર થઇ છે. આવી સ્થિતીમાં રેલવે દ્વારા નાણાં મંત્રાલય સમક્ષ ૩૦ ટકા વધારે રકમની માંગ બિલકુલ વાજબી છે. અધિકારીએ કહ્યુ છે કે માંગ મુજબ બજેટ મળવાથી રેલવે પર વધારે આર્થિક બોજ આવશે નહીં. બીજી બાજુ ચૂંટણી વર્ષ હોવાના કારણે રેલવે દ્વારા યાત્રીઓને વધારે સુવિધા પણ આપી શકાશે. યાત્રીઓ પર વધારે કોઇ બોજ લાદવાની રેલવે મંત્રાલયની કોઇ યોજના નથી.

રેલવે દ્વારા વધારે રકમની માંગ સાથે પોતાની યોજનાને અમલી કરવાની યોજના ધરાવે છે. તમામ લોકો જાણે છે કે રેલવે બજેટને હવે સામાન્ય બજેટની સાથે જ રજૂ કરવામાં આવે છે. પહેલા રેલવે દ્વારા અલગ બજેટ રજૂ કરવામાં આવતુ હતુ. હવે એક સાથે બજેટ રજૂ કરવામાં આવે છે. મોદી સરકારે ઐતિહાસિક ફેરફાર કરીને વર્ષ ૨૦૧૭માં આને સામાન્ય બજેટની સાથે રજૂ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદથી આ રેલવે બજેટ પણ સામાન્ય બજેટની સાથે જ રજૂ કરવામાં આવે છે.

રેલવેની રજૂઆત શુ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર તેની અવધિનુ અંતિમ વચગાળાનુ બજેટ રજૂ કરવા જઇ રહી છે. જેના પર તમામ લોકોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.

*રેલવે દ્વારા વચગાળાના બજેટમાં ૩૦ ટકા વધારે રકમ આપવાની માંગ કરવામાં આવી

*અટવાઇ પડેલી યોજનાઓને આગળ વધારી દેવા વધારે રકમની જરૂર હોવાની રજૂઆત

*રેલવેના વિજળીકરણ, ટ્રેક ડબલીકરણ અને સ્ટેશનોની જાળવણી માટે વધારે નાણાં જરૂરી છે

*રેલવેના માળખાને વિકસિત કરવા માટે વધારે ફંડ જરૂરી છે

*ડીઝલની કિંમત વધી જવાથી રેલવેની આર્થિક સ્થિતી પર બોજ આવ્યાની રજૂઆત

*સાતમા પગાર પંચની ભલામણના કારણે પણ આર્થિક બોજ આવે છે.

(3:31 pm IST)