Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

વોલ્કસવેગન ૧૦૦ કરોડ રૂપિયા જમા કરે : NGT

આ કંપનીના આરોપ હતા કે તેની ડિઝલ કારોમાં એવી ડિવાઇસ હતી જે પ્રદૂષણના આંકડા સાચા દર્શાવતી નથી

નવી દિલ્હી તા. ૧૭ : નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે (NGT) આજે જાણીતી કાર કંપની વોલ્કસવેગનને ઈમિશન કેસમાં શુક્રવાર સાંજે ૫ વાગ્યા સુધીમાં ૧૦૦ કરોડ રૂપિયાની ચૂકવણી કરવાનો આદેશ કર્યો છે. ટ્રીબ્યુનલે વધુમાં જણાવ્યું છે કે જો કંપની આ રકમની ચૂકવણી નહિ કરે તો તેની સામે કડક પગલા લેવામાં આવશે. આ આદેશ વોલ્કસવેગનની કાર્સથી પ્રદૂષણ વધતુ હોવાના કેસમાં કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે નવેમ્બરમાં ટ્રીબ્યુનલે વોલ્કસવેગનને સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને એક મહિનાની અંદર જ ૧૦૦ કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ આદેશ વોલ્કસવેગનને પોલ્યુશનના નિયમોના ઉલ્લંઘનના કેસમાં કરવામાં આવ્યો છે. વોલ્કસવેગનને પોલ્યુશનને નિયંત્રણ કરતું ડિવાઈસ(સાધન) તેની ડિઝલ સંચાલિત કારમાં લગાવ્યું હતું. પરંતુ આ આ ડિવાઈસ જયારે ટેસ્ટ થતો ત્યારે જ પ્રદૂષણને નિયંત્રિત કરતું હતું. બાકીના સમયમાં કંપનીની ડિઝલ સંચાલિત કારથી વાતાવરણમાં પ્રદૂષણ થતું હતું.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ચેરપર્સન જસ્ટિસ આદર્શ કુમાર ગોયેલ અને જસ્ટિસ એસ પી વગાડીએ કહ્યું હતું કે જયારે સ્ટે નથી, ત્યારે શાં માટે કંપનીને અત્યાર સુધીમાં અમારા આદેશનું પાલન કર્યું નથી. હવે અમે કંપનીને બીજો સમય આપીશું નહિ.નવેમ્બરમાં બનેલી ચાર સભ્યોની નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની કમિટીએ એક સપ્તાહ અગાઉ જ વોલ્કસવેગનને સમગ્ર દિલ્હીમાં પ્રદૂષણ ફેલાવવા બદલ ૧૭૧.૩૪ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કમિટીએ તેના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે વોલ્કસવેગનની કાર્સ દ્વારા વર્ષ ૨૦૧૬માં શહેરમાં ૪૮.૬૭ ટન જેટલો નાઈટ્રોજન ઓકસાઈડ વાતાવરણમાં ઠલવાયો હતો. ઉલ્લેખનીય છે કે નાઈટ્રોજન ઓકસાઈડના કારણે હાર્ટ અને ફેફસાના વિવિધ રોગો થાય છે.રિપોર્ટ પ્રમાણે વધારાનો નાઈટ્રોજન ઓકસાઈડ હવામાં પ્રસરવાને કારણેઙ્ગવોલ્કસવેગનનાઙ્ગગ્રુપના વ્હીકલના કારણે દિલ્હીને બેસ ગણીએ તો ૧૭૧.૩૪ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.ઙ્ગઙ્ગઆ નુકશાન પેટે ભરવાની રકમ કંપનીની દેશમાં રહેલી ૩.૨૭ લાખ કાર્સની ગણતરીના આધારે નક્કી કરવામાં આવી છે.

(3:30 pm IST)