Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

મુંબઇ : ડાન્સબારને મંજુરી : નોટો ઉડાડવાની મનાઇ

કોર્ટે મહારાષ્ટ્ર સરકારના ૨૦૧૬ના કાયદાને રાખ્યો માન્ય પરંતુ કર્યા કેટલાક નિયમોમાં ફેરફાર : બારમાં બાળ ડાન્સર્સને ટીપ આપી શકાશે : રાતે ૧૧.૩૦ વાગ્યા સુધી જ ચાલુ રાખવાની મંજુરી : CCTVની મનાઇ : અશ્લીલ ડાન્સ પર પ્રતિબંધ

મુંબઇ તા. ૧૭ : મુંબઇમાં ડાન્સબાર અંગે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે શરતોની સાથે ડાન્સ બાર ખોલવાની મંજુરી આપી દીધી છે.

સુપ્રીમ કોર્ટે ડાન્સબાર પર નિર્ણય આપતા કહ્યું કે, મુંબઇમાં ડાન્સબાર ખોલી શકાશે. કોર્ટે મહારાષ્ટ્ર સરકારના ૨૦૧૬માં લાવેલા કાયદાને કાયદેસર ગણાવ્યો છે પરંતુ કોર્ટે કેટલીક શરતોની સાથે ડાન્સબારને બીજીવાર ખોલવાની મંજુરી આપી દીધી છે. તેની સાથે જ કેટલાક નિયમોમાં ફેરફાર કરવા પણ કહ્યું છે.

સુપ્રીમ કોર્ટે નિયમોમાં ફેરફાર કરીને જણાવ્યુ઼ કે, બાર ડાન્સિંગ એરીયાને અલગ રાખવાની શરતને ફગાવી દીધી છે. કોર્ટનું કહ્યું છે કે, બાર ડાન્સર પર પૈસા ઉડાડી શકાશે નહીં અને ડાન્સરને અલગથી ટીપ આપી શકાશે. કેટલીક શરતોની સાથે ડાન્સ બાર ખોલવા અંગે કોર્ટે મંજુરી આપી દીધી છે. ડાન્સિંગ એરીયામાં સીસીટીવી લગાવાનો નિયમો રદ્દ કરવામાં આવ્યો છે. આ નિર્ણયમાં કોર્ટે કહ્યું કે, અશ્લીલ ડાન્સની પરિભાષા બદલી શકાય નહીં. કોર્ટે ડાન્સબારમાં દારૂ પીરસવા અને ઓર્કેસ્ટ્રાને પણ મંજુરી આપી દીધી છે. કોર્ટે તેમના નિર્ણયમાં કહ્યું કે, બારમાં કોઇ પણ પ્રકારની અશ્લીલતા નહી હોવી જોઇએ. તેના માટે મહારાષ્ટ્ર સરકારે ૩ વર્ષની સજાની જોગવાઇને યથાવત રાખી છે.

હવે ડાન્સબારમાં એરિયા અને ગ્રાહકો વચ્ચે દિવાલ રહેશે નહીં. સરકારે નિયમ નક્કી કર્યો હતો કે ગ્રાહક અને ડાન્સરો વચ્ચે એક ૩ ફુટ ઉંચી દિવાલનું નિર્માણ કરવામાં આવે. જેનાથી ડાન્સ જોઇ શકાય પરંતુ તેના સુધી પહોંચી શકાય નહીં. કોર્ટે કહ્યું કે, મુંબઇ જેવા ક્ષેત્રમાં ધાર્મિક અને શૈક્ષણિક સ્થળોથી એક કિ.મી.ની અંતરની દુરી પર ડાન્સબાર થવાનો નિયમ તર્ક સંગત નથી. હવે મુંબઇમાં વધુ ડાન્સબાર જોવા મળશે.ગ્રાહક બારબાળાઓને ટીપ આપી શકશે પરંતુ પૈસા ઉડાડી શકશે નહી કોર્ટે કહ્યું કે, ડાન્સ અને માલિક વચ્ચે પગાર ફિકસ કરવો યોગ્ય નથી. આ અધિકાર સરકારનો નહિ પરંતુ માલિક અને ડાન્સર વચ્ચેનો કોન્ટ્રાકટનો મામલો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મુંબઇમાં સાંજે ૬થી ૧૧.૩૦ સુધી ડાન્સબાર ચલાવી શકાશે. ડાન્સબારમાં સીસીટીવી લગાવામાં નિયમને ફગાવી દીધો છે.

સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારે કહ્યું હતું કે, નવો કાયદો બંધારણ હેઠળ આવે છે અને ગેરકાયદે ગતિવિધિઓ અને મહિલાઓનું શોષણ પણ રોકે છે. જોકે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે રાજય સરકારના કડક નિર્ણયોના કારણે મુંબઈમાં એક પણ ડાન્સ બાર નથી ચાલી રહ્યા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સમયની સાથે અશ્લીલતાની પરિભાષા બદલાઈ ગઈ છે. જૂની ફિલ્મોમાં ચુંબન અને પ્રેમના દ્રશ્યો માટે ફૂલનો મેળાપ કે પછી બે પક્ષીનો મેળાપ બતાવતા હતા.જોકે હવે સમાજ લીવ ઈનને પણ કેટલીક હદે સ્વીકારે છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે આ નિયમો માત્ર આ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓની સુરક્ષા અને સન્માન માટે છે.

 

(3:27 pm IST)