Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

મેઘાલયમાં ગેરકાયદે કોલસા ખાણમાં ચાલતા રેસ્કયુમાં એક મહિના બાદ પહેલો મૃતદેહ મળ્યો

ખાણમાં ફસાયેલા 15 મજૂરોને બચાવવા રેસ્ક્યુ :નૌસેનાને 200 ફૂટના ઊંડેથી મળ્યો મૃતદેહ

મેઘાલયમાં ગેરકાયદે કોલસા ખાણમાં ચાલતા રેસ્કયુમાં એક મહિના બાદ પહેલો મૃતદેહ મળ્યો છે. ભારતીય નૌસેનાને આ મૃતદેહ 200 ફૂટના ઊંડાણથી મળી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે આ ખાણમાં અંદર 15 મજૂરો ફસાઈ ગયા હતા. મેઘાલયમાં પૂર્વી જયંતિયા હિલ્સ જિલ્લાની પાછળ 13 ડિસેમ્બરથી કોલસા ખાણમાં ફસાયેલા 15 મજૂરોને બચાવવા રેસ્ક્યુ ચાલતુ હતુ. જેમાં નેવી અને એડીઆરએફના તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી હતી. થોડા દિવસ પહેલા મજૂરોના તૂટેલા હેલમેટ મળી વ્યા હતા.પરંતુ તેમનો મૃતદેહ મળ્યો નહતો.

  જોકે, નોસેનાને આખરે 15માંથી એક મૃતદેહ મળી આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 370 ફૂટ ઉંડી કોલસાની ખાણમાં નદીનુ પાણી ભરાઈ ગયુ હતુ. જેથી સુરંગનો રસ્તો બંધ થયો હતો. ત્યારથી તેમાં ફસાયેલા 15 મજૂરોને બચાવવાના પ્રયાસ થતા હતા.

 

(12:13 pm IST)