Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને તેના બંને પુત્રોની કંપનીઓ ટેક્સ હેવન દેશોમાં !

અમેરિકા,ઇંગ્લેન્ડ,સિંગાપુર,કેમેન આઇલેન્ડથી દસ્તાવેજો શોધીને પર્દાફાશ કર્યાનો દાવો ધ વાયર હિન્દી વેબસાઈટનો સનસનાટી મચાવતો અહેવાલ: 2017માં કેમેન આઈલેન્ડથી રોકાણમાં 2,226 ટકાનો તોતિંગ વધારો

નવી દિલ્હી :ડી કંપની નામથી અત્યારસુધી દાઉદની ગેંગ જ હતી,ભારતમાં વધુ એક ડી કંપની આવી ગઈ છે ,રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને તેના પુત્રો વિવેક અને શૌર્યના કારનામાને ઉજાગર કરવાવાળી કારવા પત્રિકાના અહેવાલમાં આ શીર્ષક આપ્યું છે

   બે વર્ષ પહેલા હિન્દીના ચેનલ દાઉદને ભારત લાવવાના કેટલાક પ્રોપેગેન્ડા પ્રોગ્રામ કરતા હતા તેમાં ડોભાલને નાયક તરીકે રજૂ કરાતા હતા કોઈએ વિચાર્યું હશે કે 2019ના જાન્યુઆરીમાં જજ લોયાના મોત પર 27 રિપોર્ટ છાપનાર કારવા પત્રિકા ડોભાલની ડી કંપનીનો પર્દાફાશ કરશે

   કૌશલ શ્રોફ નામના એક શોધક પત્રકારએ અમેરિકા,ઇંગ્લેન્ડ,સિંગાપુર અને કેમેન આઇલેન્ડથી દસ્તાવેજો એકત્ર કરીને ડોભાલના પુત્રોની કંપનીનો ખુલાસો કર્યો છે ,કારવા પત્રિકા મુજબ આ કંપનીઓ હેઝફંડ અને ઓફશોરના દાયરામાં આવે છે ,ટેક્સ હેવનવાળી જગ્યાઓમા કંપની ખોલવાનો મતલબ જ શંકાનો પ્રશ્ન ઉપજાવે છે અને નૈતિકતાનો પણ સવાલ કરે છે

  આ કંપની 13 દિવસ બાદ 21 નવેમ્બર 2016ના રોજ ટેક્સ કેમેન આઇલેન્ડમાં વિવેક ડોભાલ પોતાની કંપનીની નોંધણી કરાવે છે,કારવાના એડિટર વિનોદ હોજેએ ટ્વીટ કર્યું કે નોટબંધી બાદ વિદેશી રોકાણ તરીકે સૌથી વધારે પૈસા ભારતમાં કેમેન આઈલેન્ડથી આવ્યા હતા,2017માં કેમેન આઈલેન્ડથી આવનારા રોકાણમાં 2,226 ટકાનો તોતિંગ વધારો થયો હતો

   રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના પુત્ર વિવેક ડોભાલ ભારતનો નાગરિક નથી તે ઇંગ્લેન્ડનો નાગરિક છે અને સિંગાપુરમાં રહે છે અને GNY ASIA Fundનો ડાયરેક્ટર છે કેમેન આઇલેન્ડ ટેક્સચોરોની ટોળકીનો અડ્ડો મનાય છે

   કૌશલ શ્રોફે લખ્યું છે કે વિવેક ડોભાલ અહીંથી હેજ ફંડ નો વેપાર કરે છે ,ભાજપના નેતા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના પુત્રો શૌર્ય અને વિવેકનો બિઝનેસ એકબીજા સાથે સંકળાયેલો છે અહેવાલમાં કેટલીક જટિલ બાબતોને સમજાવવા માટે બિઝનેસ એકાઉન્ટને જોવાની ટેક્નિકલઈ સમજણ હોવી જોઈએ ,કારવાના અહેવાલને વિસ્તરિત વાચી શકાય છે

   2011માં અજિત ડોભાલે એક અહેવાલ લખ્યો હતો કે ટેક્સ ચોરીના અડ્ડા પર કાર્યવાહી કરવી જોઈએ અને તેના જ પુત્રોની કંપનીના ના હેજ ફંડ અને એવી જગ્યાએ પર કંપની બનાવીને વેપાર કરવાનો મામલો બહાર આવ્યો છે

  વિવેક ડોભાલની કંપનીના ડાયરેક્ટર છે ડોન ડબલ્યુ ઇબેક્સ અને મોહમમદ અલ્તાફ મુસલિયામ, ઇબેક્સની નામ પેરેડાઇઝ પેપર્સમાં આવી ચૂક્યું છે એવી કેટલીક નકલી કંપનીઓમાં લાખો દસ્તાવેજ જયારે લીક થયા હતા તો ઇન્ડિયન એક્સપ્રેસે ભારતમાં પેરેડાઇઝ પેપર્સના નામથી છાપ્યું હતું

  આ પહેલા આવી જ રીતે નકલી કંપનીઓ બનાવીને રોકાણના નામ પર પૈસાની આબાજુથી ઓલી બાજુ કરવાના નાણાકીય હેરાફેરીના ગોરખધંધા પનામા પનામા પેપર્સના નામથી છપાયું હતું ,પેરેડાઇઝ પેપર્સ અને પનામા પેપર્સ બંનેમાં જ વોલ્કરસ કોપોરેટ લિમિટેડનું નામ છે જે વિવેક ડોભાલની કંપનીની સંરક્ષક કંપની છે

  કારવાએ તેના હેવાલમાં લખ્યું છે કે વિવેક ડોભાલની કંપનીમાં કામ કરવાવાળા કેટલાય અધિકારી શૌર્ય ડોભાલની કંપનીઆમ કામ કરે છે ,પત્રિકાએ લખ્યું છે કે તેનો મતલબ આ થયો કે કોઈ બહુ મોટું ફાયનાન્સિયલ નેટવર્ક ચાલી રહયું છે

 તેની કંપનીનો સબંધ સાઉદી અરબના શાહી ખાનદાનની કંપની સાથે પણ છે ,ભારતની ગરીબ જનતાને હિન્દૂ-મુસ્લિમ પીરસીને સાઉદી મુસલમાનોની મદદથી ધંધો થઇ રહયો છે

   હિન્દી અખબાર આવો રિપોર્ટ સાત જન્મમાં નહિ કરી શકે,તેને ત્યાં સંપાદક ચૂંટણી અને જાતીય સમીકરણનું વિશ્લેષણ લખવા માટે હોય છે ,પત્રકારિતાના દરેક વિદ્યાર્થીને કારવાના આ અહેવાલનું વિશેષ અભ્યાસ કરવો જોઈએ ,

જોવું  જોઈએ કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને તેના પુત્રોના કાળાનાણાં બનાવના કારખાના પકડવા માટે કેવા કેવા દસ્તાવેજ એકત્ર કરાયા છે આવો અહેવાલ કેવી સાવધાની પૂર્વક લખાઈ છે આ બધું શીખવાની બાબત છે

  એવું પણ લખાયું છે કે પોતાના રદ્દી અખબારોને બંધ કરીને આવી પત્રકારિતાને સપોર્ટ કરો,આવતી વખતે કોઈ હિંદીનો સંપાદક કોઈ ચેનલના મીડિયા કોન્ક્લેવમાં બડબડ કરતો હશે તો માત્ર એટલું જ પૂછવું કે હિન્દીના પત્રકારો આવી ખબર કેમ કરતા નથી શું સંપાદકોની તાકાત નથી ?હિન્દીના અખબારોમાં આવા અહેવાલ નહિ છપાય એટલા માટે કારવા ન આ આ રિપોર્ટને શેર કરો લોકો સુધી પહોંચાડો આપણે હિન્દીવાળા કમસેકમ આટલું તો કરી  શકીએ (ધ વાયર હિન્દી વેબસાઈમાંથી સાભાર )

(12:43 am IST)
  • પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા બદલ રામરહીમ સહીત ચારે આરોપીઓને આજીવન કેદ : CBI કોર્ટએ આજ ગુરુવારે રામરહીમ,નિર્મલ,કુલદીપ,અને કિશનલાલને ફરમાવેલી સજા access_time 7:21 pm IST

  • સોમવારે ખગ્રાસ ચંદ્રગ્રહણ : જો કે ભારતમાં નહિં દેખાય : અમેરિકા, યુરોપ, મધ્ય પેસીફીક વિસ્તારમાં જોવા મળશે : ગ્રહણ સ્પર્શ ૦૯ કલાક ૦૩ મિનિટ : ગ્રહણ મોક્ષ ૧૨ કલાક ૨૧ મિનિટ : રાષ્ટ્રીય ચેનલો ઉપર ખગ્રાસ ચંદ્રગ્રહણનો નજારો નિહાળવા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) દ્વારા અનુરોધ access_time 3:26 pm IST

  • મુંબઈમાં ડાન્સ બાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો : રાત્રે ૧૧.૩૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે ડાન્સ બાર : વિવિધ શરતો સાથે ડાન્સ બાર ખોલવા સુપ્રીમ કોર્ટની મંજૂરી :બારમાં ડાન્સરોને ટીપ આપી શકાશે, નોટો ઉડાવવા પર પ્રતિબંધ :ડાન્સ બારની અંદર CCTV પણ નહી લગાવી શકાય : સુપ્રીમ કોર્ટનો આદેશ access_time 1:34 pm IST