Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

યુપીમાં સપા -બસપાના ગઠબંધનમાં RLDને મળ્યું સ્થાન : ત્રણ બેઠક ફાળવવા સહમતી : કેરોના સીટ માટે કશ્મકશ !!

બાગપત,મથુરા ,મુઝફ્ફરનગર બેઠક આપવા રાજી પરંતુ હાથર અને કેરોના સીટ આપવા સમાજવાદી પાર્ટી તૈયાર નથી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશમાં સપા અને બસપા વચ્ચે થયેલ ગઠબંધનમાં અજિત ચૌધરીની પાર્ટી રાષ્ટ્રીય લોકતાંત્રિક દલ (RLD)ને પણ સ્થાન મળ્યું છે મળતી માહિતી મુજબ ત્રણ બેઠકો માટે સહમતી બની છે પરંતુ ચોથી બેઠક માટે કશમક્સ ચાલી રહી છે . 

સમાજવાદી પાર્ટી બાગપત, મથુરાની સાથે મુઝફ્ફરનગર બેઠક આરએલડીને આપવા રાજી છે પરંતુ હાથરની બેઠક આપવા સપા તૈયાર નથી. આરએલડી આ બેઠકની પણ માગ કરી રહી છે. આ ઉપરાંત કૈરાના બેઠક મુદ્દે પણ હજુ સહમતિ સધાઈ નથી. આરલડીની માગ છે, પરંતુ સપા તૈયાર નથી. 

   દરમિયાન જયંત ચૌધરી લખનઉમાં અખિલેશ સાથે મુલાકાત કર્યા બાદ હવે દિલ્હી આવી પહોંચ્યા છે. શક્ય છે કે, હવે તેઓ આ મુદ્દે માયાવતીને મળશે. બીએસપી પ્રમુખ પણ આ ગઠબંધનને લીલી ઝંડી આપે તેવી શક્યતા છે.

(11:33 pm IST)