Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

રાહુલ ગાંધીએ કહ્યું અરુણ જેટલીના આરોગ્યને લઈને ખુબ ચિંતિત :કોંગ્રેસ પાર્ટી જેટલી અને તેના પરિવારની સાથે છે

નવી દિલ્હી :કેન્દ્રીય નાણાં મંત્રી અરૂણ જેટલી પોતાની કિડની સંબંધી બિમારીની તપાસ માટે અમેરિકા ગયા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ જેટલીના સ્વાસ્થ્યને લઇને ચિંતિત છે. તેમણે એક ટ્વિટ કરીને નાણાં પ્રધાન પ્રત્યે પોતાની સંવેદના પ્રગટ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે તેઓ અરૂણ જેટલીના આરોગ્યને લઇને ખૂબ ચિંતિત છે. કોંગ્રેસ પાર્ટી જેટલી અને તેના પરિવારની સાથે છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે નાણાં પ્રધાન અરૂણ જેટલી અગાઉના વર્ષે દિલ્હીના અખિલ ભારતીય આર્યુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ)માં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ જેટલીની આ પ્રથમ વિદેશ યાત્રા છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ પહેલા 2014માં વજન વધારવાની સમસ્યાને લઇને પણ તેમની એક સર્જરી થઇ છે

(12:00 am IST)