Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

સ્કૂલોમાં હાલ રિવેંજ પોર્નનો શિકાર બાળકો થઇ રહ્યા છે

મામલાઓને દબાવી દેવાના પ્રયાસો થાય છેઃ ખુબ સાવધાનીપૂર્વક સ્કૂલી બાળકો આગળ વધે તે જરૂરી

ચેન્નાઈ,તા. ૧૭, અપમાનનો બદલો લેવા માટે સ્કૂલોમાં રિવેંજ પોર્નનો બાળકો શિકાર થઇ રહ્યા છે. મામલાઓને દબાવવામાં આવી રહ્યા છે. આવા જ રિપોર્ટ એક પછી એક સપાટી ઉપર આવી રહ્યા છે. તાજેતરના દિવસોમાં રિવેંજ પોર્ન અને સાઇબર છેડછાડ કિશોરોમાં ઝડપથી જોવા મળી રહ્યા છે. આના કારણે સ્કૂલ સંકુલમાં ધમકી અને તંગદિલીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હાલમાં જ કેટલાક બાળકોએ આ અંગે કહ્યું છે કે, આ પ્રકારના મામલાઓના કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે. એક વિદ્યાર્થીએ એક અગ્રણી અંગ્રેજી અખબારને કહ્યું છે કે, તેને પોતાની પૂર્વ ગર્લફ્રેન્ડનો ફોટો વહેંચ્યો હતો જેથી તે પોતાના અપમાનનો બદલો લઇ શકે. આ વિદ્યાર્થીએ કહ્યું છે કે, તેણે તેમની વચ્ચે વાતચીતની એડિટેડ સ્ક્રીનશોર્ટ સ્નેપચેટ ઉપર મુકી દીધી હતી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, જ્યારે આ પ્રકારના ફોટાઓ લીક થાય છે ત્યારે સ્કૂલો અને મિત્રોના સર્કલમાં વાયરલ થઇ જાય છે. ભોગ બનેલાઓને બીજા વિદ્યાર્થીઓ દ્વારા હેરાન કરવામાં આવે છે. ફોટો ઓનલાઈન પણ મુકી દેવામાં આવે છે. ક્યારેક ક્યારેક તો વિદ્યાર્થી માટે સ્કૂલ આવવાની બાબત મુશ્કેલરુપ બની જાય છે. કારણ કે તેના અંગે જુદી જુદી વાતો કરવામાં આવે છે. માતા-પિતા પણ તેમની વાત સમજવા માટે તૈયાર હોતા નથી. તેઓ તેમના ઉપર જ આ પ્રકારના ફોટા મોકલવા માટે આક્ષેપો મુકે છે. આવી વાર્તા ઘણી બધી વિદ્યાર્થીનીઓ દ્વારા પણ કરવામાં આવી છે. શહેરના મનોવૈજ્ઞાનિક  ડોક્ટર લતા જાનકીએ કહ્યું છે કે, વિદ્યાર્થીઓને આ પ્રકારના ફોટોગ્રાફ મોકલવાના ખતરા પહેલાથી જ કહી દેવામાં આવે છે પરંતુ તેઓ ધ્યાન ખેંચવા માટે આ પ્રકારનું કામ કરે છે.

(9:26 pm IST)