Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

કૃષિ સેક્ટર ગ્રોથ ઘટી ૨.૧ ટકા થઇ શકે છે

ગ્રામિણ અને નાના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહનઃ બજેટમાં જોબવર્કને કમ્પોઝિશન સ્કીમના ભાગરુપે મંજુરી

નવીદિલ્હી, તા. ૧૭, કૃષિ સેક્ટર ગ્રોથ નાણાંકીય વર્ષ ૨૦૧૮માં ઘટીને ૨.૧ ટકા સુધી નીચે પહોંચી શકે છે. રવિ ઉત્પાદનમાં ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. ખરીફ ઉત્પાદનમાં પણ આશરે ત્રણ ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે. કેન્દ્રીય આંકડાકીય ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ મુજબની વાત કરવામાં આવી છે. અગાઉની બેઠકોમાં કાઉન્સિલે ટ્રેક્ટર પાર્ટ પર રેટને ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરી દીધા હતા. મોદી સરકારના અંતિમ ફુલ બજેટમાં સરકાર દ્વારા ગ્રામિણ અને નાના ઉદ્યોગ સાહસિક સેક્ટરને પ્રોત્સાહન આપવામાં આવે તેવી શક્યતા છે. મળેલી માહિતી મુજબ ૨૮ ટકાના જીએસટી રેટમાં રહેલી બાયોડિઝલ બસમાં સુધારો કરવામાં આવી શકે છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે આને ધ્યાનમાં લઇને પણ કેટલાક પગલા બજેટમાં લેવામાં આવી શકે છે. કર્ણાટક રાજ્યમાર્ગ પરિવહન દ્વારા હાલમાં જ બાયોડિઝલ પર ચાલતી કેટલીક બસો સામેલ કરવામાં આવી ચુકી છે. સર્વિસના કેસમાં જોબવર્કને કમ્પોઝિશન સ્કીમના ભાગરુપે સામેલ કરવામાં આવી શકે છે. જેના ઉપર ટેક્સના ફ્લેટ રેટ લાગૂ કરવામાં આવી શકે છે. સર્વિસ આપનાર કંપનીઓને પણ રાહત આપવામાં આવી શકે છે. કારપેન્ટરો, હાઉસકિપર્સ, પ્લમ્બર્સને ઇ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવનાર અર્બન ક્લેપ, હાઉસજોય અને ક્વિકરને પણ રાહત મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. તેમનું કહેવું છે કે, ૧૮ ટકા જીએસટીના કારણે મુશ્કેલરુપ સ્થિતિ સર્જાઈ રહી છે. હાલમાં હાઉસકિપિંગ, કારપેન્ટરી જેવી સર્વિસમાં ૧૮ ટકા જીએસટી છે. ઇ કોમર્સ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવાની સ્થિતિમાં વધુ ફાયદો થઇ શકે છે. બજેટમાં અન્ય જુદા જુદા ક્ષેત્રોને પણ પ્રોત્સાહન આપવામાં આવી શકે છે.

(9:23 pm IST)