Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

'એકલતાપણા' માટે મંત્રીની નિમણૂક કરવાવાળો વિશ્વનો પ્રથમ દેશ બન્યો UK

લંડન : યુનાઇટેડ કિંગડમ (UK) એકલતાપણાના કિસ્સાઓમાં તપાસ કરવા માટે પ્રધાનોની નિમણૂક કરવા માટે વિશ્વનો પહેલો દેશ બની ગયો છે. આ મંત્રાલયને હાથ ધરવા માટે, પ્રધાનમંત્રી ટેરીસા મે એ ટ્રેસી ક્રોચની નિમણૂક કરી છે, જે સમગ્ર દેશમાં લગભગ 90 લાખ લોકો સાથે સંકળાયેલી એકલતાપણા સંબધિત મામલાઓ જોશે. પ્રધાનમંત્રી મે એ જણાવ્યું હતું કે, "એકલતાપણું આધુનિક જીવનની એક કરૂણ વાસ્તવિકતા છે."

(7:33 pm IST)