Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

'સાહેબ' હાફિઝ સઇદ વિરૂધ્ધ કોઇ કેસ નથી

પાકના વડાપ્રધાન અબ્બાસીએ નાલાયક હાફિઝને ગણાવ્યો નિર્દોષ

નવી દિલ્હી તા. ૧૭ : પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ ૨૬/૧૧ના હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદને 'સાહેબ' કહીને બોલાવ્યા છે. અબ્બાસીએ કહ્યું 'પાકિસ્તાનમાં કોઇ કેસ હાફિઝ સઇદ સાહેબ વિરૂધ્ધ નથી. તેથી તેના વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહી.' પાક.ના વડાપ્રધાને આ વાત પાક.ની મીડિયા ચેનલના આપેલા એક ઇન્ટરવ્યુમાં કહી.  પાક.ના વડાપ્રધાન અબ્બાસીએ ઇન્ટરવ્યુમાં કહ્યું, 'કાર્યવાહી તે વ્યકિત પર કરાય જેના વિરૂધ્ધ કોઇ કસ નોંધાયો હોય.' પોતાના વિદેશમંત્રીના ઉશ્કેરણીજનક નિવેદન છતાં પાક.ના વડાપ્રધાને પાક પીએમને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધની આશંકાથી ઇન્કાર કર્યો છે. અબ્બાસીએ કહ્યું અમે હંમેશા કહ્યું છે કે, ભારતની સાથે વાતચીતના દરવાજા હંમેશા ખુલ્લા જ છે.અબ્બાસીએ કહ્યું જ્યારે તમારી સંપ્રભુતાને પડકારાય છે તો તમે ત્યારે સમગ્ર વિશ્વ સાથે યુધ્ધ કરવા તૈયાર થઇ જાવ છો. વધુમાં ઉમેર્યું કે, હાફિઝ સઇદ પાક.ને કટોતી કરવાની અમેરિકાની ધમકીઓથી નારાજ છે. તેઓએ કહ્યું કે, એકબાજુ તેની સેનાઓ આતંક વિરૂધ્ધ મોરચો માંડી રહી છે. એવામાં અમેરિકા તરફથી આ નિવેદન અયોગ્ય છે.

(4:12 pm IST)