Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

માઇક્રોસોફટે નવતર ટેકનોલોજી વિકસાવીઃ દસ્તાવેજ વાંચી શકે અને પ્રશ્નોના જવાબ આપી શકે

નવી દિલ્હી તા.૧૭ : માઇક્રોસોફટના સંશોધનકારોએ એક એવી ટેકનીકનું સંશોધન કર્યુ છે જે એક દસ્તાવેજને વાંચવા માટે કૃત્રિમ બુધ્ધિનો એટલે કે આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરે છે અને સાથોસાથ એ અંગે અને માનવીના સવાલોના જવાબ પણ આપે છે. આ સંશોધન એન્જીન જેમ કે બીંગ અને ઇન્ટેલીજન્ટ સહાયક જેમ કે કોટ્રાના લોકો સાથે વાતચીત કરે છે અને કુદરતી રીતે માહિતીઓ પ્રદાન કરે છે કે જેમ લોકો એકબીજા સાથે સંવાદ કરતા હોય. આ એક માઇલસ્ટોન સિધ્ધિ કહી શકાય.

માઇક્રોસોફટ રીસર્ચ એશિયાની ટીમે સ્ટાનફોર્ડ પ્રશ્ન જવાબ ડેટાસેટનો ઉપયોગ કરતા હ્યુમન પેરીટી સુધી પહોંચ્યા છે કે જે એસકયુએડી તરીકે ઓળખવામાં આવે છે. આ એક મશીન વાંચવાની કે જે સર્વગ્રાહી ડેટાસેટ વાંચી શકે છે અને વીકીપીડીયા આર્ટીકલ્સના સેટ અંગે પ્રશ્નો પણ બનાવે છે.

એકસ્વાર્ડ લીડર બોર્ડના જણાવ્યા પ્રમાણે માઇક્રોસોફટે એક મોડલ પ્રસ્તુત કર્યુ છે જે ચોક્કસ મેચના હિસ્સા પર ૮ર.૬પ૦ના સ્કોર ઉપર પહોંચ્યુ હતુ. પ્રશ્નો અને ઉત્તરના સમાન સેટ ઉપર હ્યુમન પર્ફોમન્સ ૮ર.૩૦૪ છે. પમી જાન્યુઆરીના રોજ ચાઇનીઝ ઇ-કોમર્સ કંપની અલીબાબા સાથે સંશોધનકારોએ ૮ર.૪૪૦ના સ્કોર પણ રજુ કર્યા કે જે માનવની સમાન જ હતા. આ બંને કંપનીઓ હાલ એકસ્વાર્ડ લીડર બોર્ડ પર પ્રથમ સ્થાન માટે બાદ્ય છે.

(11:22 am IST)