Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

તેજસને આધુનિક સ્વરૃપ આપવા સરકાર સજ્જ :2400 કરોડનો સંરક્ષણ સોદો થયો

83 તેજસ વિમાનોને વીસેક આધુનિક પ્રણાલિઓથી સજ્જ કરવા માટેનો ઓર્ડર પણ સ્થાનિક કંપનીઓને જ અપાયો

બેંગ્લુરુઃ સરકાર તેજસને આધુનિક સ્વરૃપ આપવા સજ્જ બની છે.હિંદુસ્તાન એરોનોટિક્સ (એચએએલ) અને ભારત ઇલેક્ટ્રોનિક્સ (બીઇએલ) વચ્ચે 2,400 કરોડ રુપિયાના એક સંરક્ષણ સોદો થયો છે. આ સંરક્ષણ સોદા હેઠળ બેંગ્લુરુમાં હળવા લડાકુ વિમાન (તેજસ) એમકોએ કાર્યક્રમ હેઠળ 20 પ્રકારની અત્યાધુનિક પ્રણાલિઓ પૂરી પાડવામાં આવનાર છે.

આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા કોઈપણ ભારતીય કંપનીને અપાયેલો આ સૌથી મોટો ઓર્ડર છે. વર્ષ 2023થી 2028 હેઠળના આ કરારમાં ક્રિટિકલ એવિયોનિક્સ લાઇન રિપ્લેસમેન્ટ યુનિટ્સ (એલઆરયુ), ફ્લાઇટ કંટ્રોલ કમ્પ્યુટર્સ અને નાઇટ ફ્લાઇંગ એલઆરયુ પૂરુ પાડવાનો સમાવેશ થાય છે.

કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આર માધવને જણાવ્યું હતું કે એલસીએ તેજસ કાર્યક્રમ એચએએલ જેવા ભારતીય સંરક્ષણ એકમો, ડીઆરડીઓ અને બીઇએલ વચ્ચેના સારામાં સારા તાલમેળનું ઉદાહરણ છે. તેની સાથે જણાવ્યું હતું કે એચએએલ સ્વદેશી ઉત્પાદનો માટે પ્રતિબદ્ધ છે.

કંપનીના સીએમડી આનંદી રામલિંગમે જણાવ્યું હતું કે અમે પ્રતિષ્ઠિત એલસીએ તેજસ કાર્યક્રમ માટે એચએએલ પાસેથી ઓર્ડર મળ્યાનો આનંદ છે.

83 તેજસ એલસીએ માટે આ પ્રણાલિઓ પૂરી પાડવાનો ઓર્ડર બેંગ્લુરુ અને હરિયાણામાં પંચકુલા સ્થિત બીઇએલના બે ડિવિઝન દ્વારા પૂરો કરાશે. 83 એમકોએ ઓર્ડર હેઠળ હવાઇદળને 2023-24થી આ સગવડો પૂરી પાડવાનો પ્રારંભ થશે. આ વિમાન સ્વદેશી ફ્લાઇટ કંટ્રોલ કમ્પ્યુટર અને એર ડેટા કમ્પ્યુટરથી સજ્જ હશે. આ પ્રણાલિઓની ડિઝાઇન અને વિકાસ ડીઆરડીઓની જુદી-જુદી પ્રયોગશાળાઓ અને બેંગ્લુરુ સ્થિત એરોનોટિકલ એજન્સીએ કર્યુ છે.

(1:05 am IST)