Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

પશ્ચિમ યુપીમાં શીત લહેર: કડકડતી ઠંડી પૂર્વ યુપીને પણ લપેટમાં લેશે

હવામાન વિભાગની આગાહી મુજબ 18 ડિસેમ્બરથી ઠંડીનું મોજું શરૂ થશે :આગામી એક-બે દિવસમાં ઠંડીમાં અચાનક વધારો થઈ શકે

લખનઉ: હવામાન વિભાગે કોલ્ડવેવ સાથે પારો ગગડવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પ્રદેશમાં હવામાનમાં પલટો આવવાનો છે. ઉત્તર પ્રદેશમાં ઠંડીનું મોજું ફરી વળતાં ઠંડીમાં વધારો થશે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં પશ્ચિમ યુપીમાં શીત લહેરનો સામનો કરવો પડી શકે છે.

પશ્ચિમ યુપીથી કડકડતી ઠંડી પૂર્વ યુપીને પણ પોતાની લપેટમાં લઇ લેશે. પશ્ચિમ યુપીના જિલ્લાઓમાંથી વધી રહેલી ઠંડીની અસર પૂર્વ યુપીના જિલ્લાઓને પણ પ્રભાવિત કરશે.

હવામાન વિભાગની આગાહી મુજબ 18 ડિસેમ્બરથી ઠંડીનું મોજું શરૂ થશે અને તેના કારણે આગામી એક-બે દિવસમાં ઠંડીમાં અચાનક વધારો થઈ શકે છે. શરૂઆતમાં તેની અસર પશ્ચિમ યુપીમાં જોવા મળશે. પશ્ચિમ યુપીના જિલ્લાઓમાં ઠંડીમાં અચાનક વધારો થવાની આશંકા છે. આ અનુમાન સાથે હવામાન વિભાગે લોકોને ઠંડીથી બચવા માટે ચેતવણી પણ આપી છે. 18 ડિસેમ્બરથી શીત લહેર શરૂ થશે અને આગળ પણ ચાલુ રહેશે. ડિસેમ્બર મહિનામાં કોલ્ડવેવના કારણે ઠંડી વધુ પડી શકે છે.

હવામાન વિભાગે પશ્ચિમ યુપીના સહારનપુર, શામલી, બિજનૌર, રામપુર, બરેલી, પીલીભીત, મેરઠ અને બાગપતમાં પારો ગગડવાની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં લોકોને ઠંડીનો સામનો કરવો પડી શકે છે. ત્યારબાદ મુઝફ્ફરનગર, લખીમપુર ખેરી, શાહજહાંપુર, બદાઉન, અલીગઢ અને બુલંદશહેરમાં શીત લહેર સાથે ઠંડી વધશે. અત્યારની વાત કરીએ તો રાત્રિના લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાત્રે મુઝફ્ફરનગરમાં લઘુત્તમ તાપમાન 3.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મેરઠમાં 5 ડિગ્રી સેલ્સિયસ હતું.

(12:37 am IST)