Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

કોંગ્રેસે ગોવા વિધાનસભા ચૂંટણી માટે આઠ ઉમેદવારોની યાદી જાહેર કરી

પાર્ટીએ પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતને મારગાવથી મેદાનમાં ઉતાર્યા: વરિષ્ઠ નેતાઓ એલેક્સીઓ લોરેન્કોને કર્તોરીમ અને સુધીર કાનોલકરને માપુસા મતવિસ્તારમાંથી ટિકિટ

નવી દિલ્હી :  કોંગ્રેસે ગોવા વિધાનસભા ચૂંટણી માટે આઠ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતને મારગાવથી પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. તેઓ આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય પણ છે.રાજ્ય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતાઓ એલેક્સીઓ લોરેન્કોને કર્તોરીમ વિધાનસભા મતવિસ્તારથી અને સુધીર કાનોલકરને માપુસા વિધાનસભા મતવિસ્તારમાંથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP) સાથે ગઠબંધન કરીને રાજ્યમાં ચૂંટણી લડશે.રાજ્યની 40 સભ્યોની વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાવાની છે.

(11:42 pm IST)