Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ઓમિક્રોને ઝડપ પકડી :તેલંગાણામાં 4 અને કર્ણાટકમાં 5 નવા કેસ:દેશમાં અત્યાર સુધીમાં કેસની સંખ્યા 87 થઇ

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 32 કેસ ,રાજસ્થાનમાં 17, દિલ્હીમાં 10, કેરળમાં 5, ગુજરાતમાં 5, કર્ણાટકમાં 8, તેલંગાણામાં 6, બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ચંદીગઢમાં 1-1 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 87 કેસ નોંધાયા છે. ગુરુવારે તેલંગાણામાં ઓમિક્રોનના 4 અને કર્ણાટકમાં 5 નવા કેસ મળી આવ્યા છે. તેની સાથે તેલંગાણામાં કોરોનાના નવા વેરિઅન્ટના કુલ 6 અને કર્ણાટકમાં 8 કેસ નોંધાયા છે. દેશમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે.

અત્યાર સુધીમાં ભારતમાં ઓમિક્રોનના કુલ 87 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અહીં 32 કેસ નોંધાયા છે. રાજસ્થાનમાં 17, દિલ્હીમાં 10, કેરળમાં 5, ગુજરાતમાં 5, કર્ણાટકમાં 8, તેલંગાણામાં 6, બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ચંદીગઢમાં 1-1 કેસ નોંધાયા છે.

ગુરુવારે કર્ણાટકમાં મળી આવેલા ઓમિક્રોન દર્દીઓમાંથી ત્રણ વિદેશથી પરત ફર્યા છે. જ્યારે 2 દિલ્હીથી બેંગ્લોર પહોંચ્યા છે. જેઓ વિદેશથી પરત ફર્યા છે તેમાં યુકેથી પરત ફરેલ 19 વર્ષીય વ્યક્તિ, નાઈજીરીયાથી પરત આવેલ 52 વર્ષીય વ્યક્તિ અને દક્ષિણ આફ્રિકાથી પરત આવેલ 33 વર્ષીય વ્યક્તિનો સમાવેશ થાય છે.

(10:18 pm IST)