Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

એક મહિનામાં ઓમિક્રોન મચાવશે તબાહી : IMFના ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથની મોટી આગાહી

ઓમિક્રોનનો કેર વધતા કેસોની સંખ્યા વધશે : જો ઓમિક્રોન ઝડપ વધારશે તો ફરી વાર પ્રવાસ પ્રતિબંધ લગાડી શકાય: ભવિષ્યમાં કોરોનાની નવી નવી વેક્સિન મળતી રહેશે

નવી દિલ્હી : IMFના ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે ઓમિક્રોનને લઈને એક મોટી આગાહી કરી છે.ગીતા ગોપીનાથે કહ્યું કે આગામી એક મહિનામા ઓમિક્રોન વધારે ખતરનાક બનશે. તેમણે કહ્યું કે ઓમિક્રોનનો કેર વધતા કેસોની સંખ્યા વધશે અને તેને કારણે હોસ્પિટલ પર મોટી અસર પડી શકે છે.

તેમનું કહેવું છે કે જો ઓમિક્રોન તેની ઝડપ વધારશે તો ફરી વાર પ્રવાસ પ્રતિબંધ લગાડી શકાય છે. જોકે હાલના સમયે સૌથી જરુરી કામ વેક્સિનેશનનું છે કારણ કે આપણને ભવિષ્યમાં કોરોનાની નવી નવી વેક્સિન મળતી રહેશે. 

દક્ષિણ આફ્રિકાના ડોકટરોના ડેટા પરના અભ્યાસ અનુસાર, ઓમિક્રોન  વેરિએન્ટ ડેલ્ટા અને મૂળ કોવિડ-19 સ્ટ્રેઇન કરતા લગભગ 70 ગણી ઝડપથી ચેપ લગાવે છે જોકે તેની તીવ્રતા ઘણી ઓછી છે. 

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓમિક્રોન ઈન્ફેશનથી 24 કલાક બાદ રેસ્પિરેટરી સિસ્ટમમાં ખૂબ ઝડપથી ફેલાય છે. સંશોધકોની ટીમનું કહેવું છે કે ઓમિક્રોન ફેફસાના પેશીઓમાં તેના મૂળ સ્વરૂપ કરતાં 10 ગણું ઓછું પ્રતિકૃતિ નરમ કરે છે, જે સૂચવે છે કે તે 'ઓછું ગંભીર' છે. અધ્યયન અનુસાર, ઓમિક્રોન એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ઝડપથી ફેલાય છે પરંતુ ફેફસાના પેશીઓને જેટલું નુકસાન પહોંચાડે છે. 

(10:02 pm IST)